અંકલેશ્વર માં મકરસંક્રાતિ પર્વ ની સવાર થીજ વિવિધ મંદિરો માં દર્શનાર્થે શ્રદ્ધાળુ ઓની લાંબી લાંબી કતારો લાગી હતી. અંકલેશ્વર માં રામકુંડ, મારકન્ડેશવર મંદિર સાંઈ મંદિર સહિત અનેક મંદિરો માં લોકો એ શ્રદ્ધા પૂર્વક દર્શન કર્યા હતા, તેમજ સંક્રાંત પર્વ માટે આર્શીવાદ માંગ્યા હતા

મકારસંક્રાતિ પર્વ દાન નું પર્વ મનાય છે.આ દિવસે અન્ન નું દાન શ્રેષ્ઠ ગણાય છે. અનેક લોકો એ મંદિરો તેમજ સેવાભાવી સંસ્થાઓ ને અન્ન નું દાન કર્યું હતું તેમજ ધન્યતા ની લાગણી અનુભવી હતી.

આ ઉપરાંત આ પર્વ નિમિત્તે  ગાય તેમજ મૂંગા પશુઓ ને ખીચડો ખવડાવવાનું મહત્વ હોય છે. લોકો એ રામકુંડ સ્થિત ગૌશાળા માં ગાયો ને ખળ ખવડાવી અહોભાવ વ્યક્ત કર્યો હતો.

LEAVE A REPLY