Connect Gujarat
Featured

રાજયમાં કોરોના વેકસીનેશનના ત્રીજા રાઉન્ડમાં અધિકારીઓ અને પદાધિકારીઓનું રસીકરણ

રાજયમાં કોરોના વેકસીનેશનના ત્રીજા રાઉન્ડમાં અધિકારીઓ અને પદાધિકારીઓનું રસીકરણ
X

ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કોરોના રસીકરણના વધુ એક રાઉન્ડની શરૂઆત કરવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ સરકારી હોસ્પિટલ, પી.એચ.સી.ધાવા, સી.એચ.સી.સુત્રાપાડા, પી.એચ.સી.ફુલકા, સબ સેન્ટર-૨ કોડીનાર અને પી.એચ.સી. દેલવાડા ખાતે નિશૂલ્ક તેમજ વેરાવળની ખાનગી સાંગાણી હોસ્પિટલ, આદિત્યા બિરલા હોસ્પિટલ, આઈ.જી.મેમોરિયલ હોસ્પિટલ, કોડીનારની અંબુજા હોસ્પિટલ અને આર.એન.વાળા હોસ્પિટલ, ઉનાની નટરાજ હોસ્પિટલ અને જીવનજ્યોત સેવા સંઘ ખાતે રૂા.૨૫૦ નો ચાર્જ લઈ પ્રથમ ડોઝની રસી આપી રક્ષિત કરવામાં આવશે. વેરાવળ સરકારી હોસ્પિટલ ખાતે રસીકરણ કેન્દ્રની રૂબરૂ મુલાકાત લઈ રસી લેનાર ૬૦ કે તેથી વધુ વર્ષના વયોવૃધ્ધ લોકોને મળી કલેકટરે રસીકરણ બાદ આરોગ્ય અંગેની પુચ્છા કરી હતી.


હવે નજર કરીએ સુરત પર. સુરત મહાનગર પાલિકાના રજિસ્ટ્રેશનમાં કુલ 4,67,972 લોકો નોંધાયા છે. તેમાં 50થી 60 વર્ષના કોર્મોબિડ 2,50,177 તથા 60 વર્ષથી વધુ 2,17,795 લોકો છે. તમામ ઝોનમાં સૌથી વધુ કતારગામ ઝોનમાં 77,409 બાદ રાંદેર ઝોનમાં 64,828ના રજિસ્ટ્રેશન થયાં છે, સેન્ટ્રલ ઝોનમાં 61,680, અઠવા ઝોનમાં 59,972, લિંબાયતમાં 57,750, ઉધના ઝોનમાં 53,265, વરાછા-એમાં 48,585 તથા વરાછા-બીમાં 44,483 નોંધાયા છે. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, આજથી શહેરમાં 60 વર્ષથી ઉપરના અને 45 વર્ષથી વધુના કોમોર્બીડ લોકોનું રસીકરણની શરૂ થયુ છે. ગવર્મેન્ટ હોસ્પિટલો અને પાલિકાના તમામ હેલ્થ સેન્ટરો તથા 24 જેટલી ખાનગી હોસ્પિટલો મંજૂર કરાયા છે.

હવે વાત નરસિંહ મહેતાની નગરી જુનાગઢની.. જૂનાગઢ શહેર મહાનગરપાલિકાના મેયર ધીરુ ભાઈ ગોહેલ, પૂર્વ ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચા અને તેમની ધર્મપત્ની એ કોરોના નો પ્રથમ ડોઝ લીધો હતો ત્યારે લોકોને અપીલ કરવામાં આવી છે કે આ રસી હાનિકારક નથી અને તેની કોઈ આડઅસર નથી થતી તે માટે બધા લોકોએ કોરોના ની રસી અવશ્ય લેવી....

જુનાગઢ મહાનગર પાલિકાના હેલ્થ ઓફિસર રવિ ડેડાણીયા જણાવ્યું કે ૪૫ થી ૫૯ વર્ષના લોકો અને ૬૦વર્ષ થી વધુ વય ના લોકો દ્વારા કોરોના રસીનો પ્રથમ ડોઝ લેવામાં આવ્યો હતો વધુમાં તેમણે જણાવ્યું કે મહાનગરપાલિકા દ્વારા ૬ અર્બન હેલ્થ સેન્ટર અને સિવિલ હોસ્પિટલમાં કોરોના રસી નો ડોઝ નિશુલ્ક આપવામાં આવે છે જો કોઈ ખાનગી હોસ્પિટલમાં લેવા ઇચ્છતા હોય તો જુનાગઢની ૭ ખાનગી હોસ્પિટલમાંથી પણ 250 રૂપિયા ચાર્જ આપી ખાનગી હોસ્પિટલમાં રસીનો ડોઝ લઇ શકશે .

Next Story