વડોદરા : તબીબી શાખાની વિદ્યાર્થીની સહિત 20 ગુજરાતી ફસાયા ચીનમાં, સાંભળો પિતાની વ્યથા

0

ચીનમાં કોરોના વાયરસના  કારણે વડોદરાની યુવતી સહિત 20થી વધારે ગુજરાતી છાત્રો ફસાયાં હોવાની વિગતો સપાટી પર આવી છે. વડોદરાની યુવતીના પિતાએ ટવીટ કરી સરકાર પાસે મદદની માંગણી કરી છે.

પાડોશી દેશ ચીનમાં ગુજરાત સહિત અન્ય રાજયોના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહયાં છે. ચીનમાં કોરોના વાયરસના કારણે લોકોને નજર કેદ કરી દેવાયાં છે. વડોદરાની શ્રેયા જયમાન નામની યુવતી ચીનની હુબેઇ યુનિવર્સીટીમાં એમબીબીએસનો અભ્યાસ કરી રહી છે. શ્રેયા જયમાન સહિત 20થી વધારે ગુજરાતી વિદ્યાર્થીઓ ચીનમાં ફસાઇ ગયાં હોવાની વિગતો સપાટી પર આવી છે. સમગ્ર ચીનમાં 300થી વધારે વિદ્યાર્થીઓ અટવાય ગયાં છે. શ્રેયા જયમાન હાલ વુહાન શહેરમાં રહે છે. શ્રેયાના પિતાએ વડાપ્રધાન કાર્યાલય, મુખ્યમંત્રી કાર્યાલય, વિદેશમંત્રી, ગૃહમંત્રી તથા સાંસદ રંજન ભટ્ટને ટવીટ કરી વિદ્યાર્થીઓને ઘરે પરત લાવવા માટે મદદની માંગણી કરી છે. ચીનમાં ફસાયેલાં વિદ્યાર્થીઓને પીવાનું પાણી પણ મળતું નથી અને તમામને નજરકેદ કરી દેવાયાં હોવાનું શ્રૈયાના પિતાએ જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here