Connect Gujarat
ગુજરાત

વડોદરાઃ ભાજપાના MLAના માતાના પગ પકડીને બે ધારાસભ્યોએ આપ્યું આવેદન

વડોદરાઃ ભાજપાના MLAના માતાના પગ પકડીને બે ધારાસભ્યોએ આપ્યું આવેદન
X

ધારાસભ્યો જીજ્ઞેશ મેવાણી અને નૌશાદ સોલંકી આજે વડોદરાની મુલાકાતે આવ્યા હતા

ગુજરાત વિધાનસભામાં એસ.સી. એસ.ટી. બીલ રજૂ કરવામાં આવ્યું છે. આ બિલ એસ.સી. સીટ ઉપરથી ચૂંટાયેલા ધારાસભ્યો ટેકો આપે તેવી એસ.સી. એસ.ટી. દ્વારા ચળવળ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે આજે વડોદરા ખાતે એક કાર્યક્રમમાં આવેલા કોંગ્રેસના ધારાસભ્યો જિગ્નેશ મેવાણી અને નૌશાદે એસ.સી. એસ.ટી. સીટ ઉપરથી ચૂંટાયેલા ધારાસભ્ય બિલને ટેકો આપે તેવી માંગ સાથે આવેદન પત્ર આપવા માટે ધારાસભ્યના ઘરે ગયા હતા. જોકે, તેઓ ન મળતા ધારાસભ્યએ ધારાસભ્યના માતૃશ્રીના પગ પકડીને આપ્યું હતું.

મળેલી માહિતી પ્રમાણે સોમવારે બપોરે શહેરના ગોત્રી-સેવાસી રોડ ઉપર અનુસૂચિત જાતી પેટા યોજના અને આદિજાતી પેટા યોજનાને કાયદાનું સ્વરૂપ આપવાનું ક્રાંતિકારી બીન સરકારી વિધેયકના સમર્થનમાં બિરસા આંબેડકર સ્વાધિકાર આંદોલન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને દશાડાના ધારાસભ્ય નૌશાદ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમની સાથે વડોદરા શહેર વાડીની એસ.સી. સીટ ઉપરથી ચૂંટાય આવેલા ભાજપાના ધારાસભ્ય મનિષાબહેન વકીલને આવેદન પત્ર પણ આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ મુજબ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને ધારાસભ્ય નૌશાદ સોલંકી સ્થાનિક અગ્રણીઓ સાથે ગોત્રી-સેવાસી રોડ ઉપર રહેતા ભાજપાના ધારાસભ્ય મનિષાબહેન વકીલ બિલને ટેકો આપે તેવી માંગ સાથે આવેદન પત્ર આપવા માટે ગયા હતા.

ભાજપાના ધારાસભ્ય મનિષાબહેન વકીલ ઘરે હાજર ન હોવાથી તેમના માતૃશ્રીને પગે પડીને દશાડાના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ આવેદન પત્ર આપ્યું હતું. ભાજપાના ધારાસભ્ય મનિષાબહેન વકીલના માતૃશ્રીને પગે લાગી દશાડાના ધારાસભ્યએ આવેદન પત્ર આપતા શહેરના રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

ધારાસભ્યો જિગ્નેશ મેવાણી અને નૌશાદ સોલંકીએ જણાવ્યું હતું કે, ગુજરાત વિધાન સભામાં રજૂ કરવામાં આવેલ બીલને એસ.સી. સીટ ઉપર ચૂંટાઇ આવેલા તમામ પક્ષના ધારાસભ્યો ટેકો આપે તેવી અમારી માંગ છે. તે માટેજ આજે અમે વડોદરામાં એસ.સી. સીટ ઉપરથી ચૂંટાઇ આવેલા ભાજપાના ધારાસભ્ય મનિષાબહેન વકીલને આવેદન પત્ર આપવા માટે ગયા હતા. પરંતુ, તેઓ ન મળતા અમારી માતા સમાન તેમના માતૃશ્રીને આવેદન પત્ર આપ્યું હતું.

Next Story