Connect Gujarat
ગુજરાત

વડોદરાઃ પાદરા પાસે રસ્તામાં જ ટેન્કર બંધ પડી જતાં 3 કિમી સુધી લાગી વાહનોની કતાર

વડોદરાઃ પાદરા પાસે રસ્તામાં જ ટેન્કર બંધ પડી જતાં 3 કિમી સુધી લાગી વાહનોની કતાર
X

ટ્રાફિકમાં ફસાયેલા લોકોએ જાતે જ રસ્તા ઉપર ઉતરીને ટ્રાફિકને હળવો કર્યો

વડોદરા-પાદરા માર્ગ ઉપર મુવાલ ચોકડી પાસે આજરોજ સાંજના સમયે એક ટેન્કર માર્ગની વચ્ચોવચ્ચ બંધ પડી જતાં વાહનોની લાંબી કતાર લાગી હતી. અંદાજે 3 કિમી લાંબી વાહનોની કતાર લાગી જતાં ટ્રાફિકમાં ફસાયેલા લોકોએ જાતે જ ઉતરીને ટ્રાફિક નિયમન કરી વાહન વ્યવહારને થાળે પાડ્યો હતો.

વડોદરા-પાદરા માર્ગ સતત વાહનોથી ધમધમતો રહે છે. વળી કેટલાંક ભારદારી વાહનો પણ આ માર્ગ ઉપરથી પસાર થતા હોય છે. ત્યારે આજરોજ સાંજે પીક અવર્સનાં સમયે જ મુવાલ ચોકડી પાસે માર્ગમાં એક ટેન્કર બંધ પડી જતાં ટ્રાફિકજામ સર્જાયો હતો. જેના કારણે ઓફિસ છૂટીને ઘરે જતાં લોકો માર્ગમાં અટવાઈ પડ્યા હતા. માર્ગ ઉપર અંદાજે 3 કિમી લાંબી વાહનોની કતાર જોવા મળી હતી. દરમિયાન ટ્રાફિકમાં ફસાયેલા વાહનચાલકોએ જાતે જ ટ્રાફિક પોલીસની ફરજ અદા કરી વાહન વ્યવહારને પૂર્વવત કર્યો હતો.

Next Story