Connect Gujarat
Featured

વડોદરા: જિલ્લા પેન્શન ચુકવણા કચેરીએ 38000 જેટલા પેન્શનરો ને પેન્શન ચૂકવવાની ભગીરથ કામગીરી કરી

વડોદરા: જિલ્લા પેન્શન ચુકવણા કચેરીએ 38000 જેટલા પેન્શનરો ને પેન્શન ચૂકવવાની ભગીરથ કામગીરી કરી
X

જિલ્લા તિજોરી કચેરી દ્વારા પણ કરવામાં આવી પ્રશંસનીય કામગીરી…

હિસાબી વર્ષના અંતિમ મહિનાની કામગીરી ને અનુલક્ષીને જિલ્લા કલેકટર દ્વારા જિલ્લા તિજોરી કચેરીને અને જિલ્લા પેન્શન ચુકવણા કચેરીને નિવૃત્ત લોકોને નાણાંકીય મુશ્કેલી ના પડે તેમજ પગારની ચુકવણી સહિતની નાણાંકીય વ્યવસ્થાઓ સચવાય તે માટે કોરોના લોક ડાઉન દરમિયાન ઉચિત વ્યવસ્થા અન્વયે કામગીરી ચાલુ રાખવાના દિશા નિર્દેશો આપવામાં આવ્યા હતા.

જિલ્લા પેન્શન ચુકવણા અધિકારી લુહારે જણાવ્યું કે કોરોના કટોકટીના વિકટ સંજોગોમાં રોટેશન હેઠળ મોડે સુધી કામ કરીને તેમની કચેરીએ 38 હજાર થી વધુ પેન્શનરો ને માર્ચ મહિનાના પેન્શનની સમયસર ચુકવણી કરી છે.આ નિષ્ઠાસભર કામગીરીને સમસ્ત પેન્શન મંડળો એ બિરદાવી છે.

તેમણે જણાવ્યું કે લોક ડાઉન ને લીધે પેન્શનની ચુકવણી ખોરવાય નહિ એ માટે અમે જરૂર પ્રમાણે સ્ટાફને બોલાવી કામગીરી સમયસર પૂરી કરવાનું આયોજન કર્યું હતું. તેમણે હાલના સંજોગોમાં પેન્શનરો કોઈ ખૂબ અગત્યની બાબત સિવાય પેન્શન કચેરીમાં રૂબરૂ આવવાનું ટાળે એવી અપીલ કરી છે.

હિસાબી વર્ષના અંતનો માર્ચ મહિનો હોય જિલ્લા તિજોરી કચેરી એ પણ કોરોના સંકટ અને લોક ડાઉન વચ્ચે સુઆયોજિત રીતે વ્યાપક કામગીરી કરી હતી.આ અંગે વિગતો આપતા વરિષ્ઠ જિલ્લા તિજોરી અધિકારી આર.બી.ખુંટી એ જણાવ્યું કે હિસાબી વર્ષની અંતિમ તારીખ 31 મી માર્ચના રોજ તિજોરી કચેરીએ 153 બિલ સ્વીકારીને રૂ.530 કરોડની ચુકવણી કરી હતી. આખા માર્ચ મહિના દરમિયાન 8176 બિલ સ્વીકારીને તેની સામે રૂ.739.55 કરોડની ચુકવણી કરી હતી.આમ,મર્યાદિત સ્ટાફ હોવા છતાં હિસાબી વર્ષના અંતની વ્યાપક કામગીરી સમુચિત રીતે પૂરી કરી છે.હાલમાં જરૂરી સ્ટાફને હાજર રાખીને હિસાબો મેળવવાની કામગીરી કરવામાં આવી રહી છે.

Next Story