વડોદરા : 48માં “દર્પણ” બાળ મેળાનો પ્રારંભ, વિવિધ કૃતિઓ બની છે આકર્ષણનું કેન્દ્ર

0

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સયાજીબાગ ખાતે 48મો ત્રિદિવસીય બાળમેળો “દર્પણ”નો ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ પ્રારંભ કરાવ્યો હતો.

નગર પ્રાથમીક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા પ્રતિ વર્ષે સમગ્ર ગુજરાત રાજ્યમાં આગવી ઓળખ અને અનોખી વિશેષતા ધરાવતા આકર્ષક ત્રિદિવસીય બાળમેળાનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે દરવર્ષની જેમ આ વર્ષે પણ 25 થી 27 જાન્યુઆરી 2020 દરમિયાન સયાજીબાગ ખાતે 48માં “દર્પણ” બાળમેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જેનું સંપૂર્ણ સંચાલન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં અભ્યાસ કરતાં બાળકો દ્વારા કરવામાં આવ્યું છે.

આજે સવારે 9 વાગ્યાથી સયાજીબાગ બસ સ્ટેન્ડ પાસેથી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ બાળમેળાનો પ્રારંભ કરાવ્યો હતો. 48માં દર્પણ બાળમેળામાં 31 શૈક્ષણિક પ્રોજેક્ટ્સ, 105 જેટલી સાંસ્કૃતિક કૃતિઓ, 30 જેટલા આનંદ બજારના સ્ટોલ, એડવેન્ચર ઝોન, ફ્લાઈંગ ફોક્ષ, બંજી જમ્પિંગ, બર્મા બ્રિજ, થ્રી ટ્રાયલ હર્ડલ ,ડાયગોનલ રોપલેડર, ઝોબિંગ, કમાન્ડો નેટ, રિવર ક્રોસિંગ, રોકવોલ કલાઇબિંગ, શોર્યગીત, મુક્ત ડાન્સ, ગરબા, રાસ, રાજસ્થાની નૃત્ય, કઠપૂતળીનો ખેલ, મૂનવોકર, કાર્ટૂન કેરેક્ટર્સ આ વર્ષે બાળ મેળાનું વિશિષ્ટ આકર્ષણ બન્યા છે. સાથે વિસરાઈ ગયેલી રમતો જાહેર જનતાના બાળકો પણ રમી શકે તે પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે.

“દર્પણ” બાળમેળાના પ્રારંભ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, સાંસદ રંજન ભટ્ટ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ દિલીપસિંહ ગોહિલ, ઉપાધ્યક્ષ નલિન ઠાકર,ડેપ્યુટી મેયર ડો,જીવરાજ ચૌહાણ, વિપક્ષી નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ ,ધારાસભ્યો, કાઉન્સિલરો, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો, સહિત વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here