Connect Gujarat
Featured

વડોદરા: લોકડાઉનના પગલે વતન તરફ મીટ માંડતા 500 શ્રમજીવીઓને અટકાવ્યા, પછી જુઓ શું થયું..!

વડોદરા: લોકડાઉનના પગલે વતન તરફ મીટ માંડતા 500 શ્રમજીવીઓને અટકાવ્યા, પછી જુઓ શું થયું..!
X

વતન તરફ જઇ રહેલા શ્રમજીવીઓને વડોદરા પોલીસ તથા વહીવટી તંત્ર દ્વારા સયાજીપુરા આવાસોમાં મૂકવામાં આવતા શ્રમજીવીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો.

કોરોના વાયરસને પ્રસરતો અટકાવવા માટે કરાયેલા લોકડાઉનના પગલે ગુજરાતના વિવિધ શહેરોમાં મજૂરી કામ કરતા શ્રમજીવીઓએ વતન તરફ મીટ માંડી હતી. પરંતુ, છેલ્લા બે દિવસથી વતન જઇ રહેલા લોકોને જે તે શહેરોમાં રોકી દેવામાં આવ્યા છે, ત્યારે તમામ શ્રમજીવીઓ માટે રહેવાની તેમજ જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે.

વડોદરામાં 500 જેટલા શ્રમજીવીઓને વતન તરફ જતા અટકાવી દઇ તેઓને સયાજીપુરા ખાતે આવાસોમાં મુકવામાં આવ્યા છે. ઉપરાંત આવાસની ફરતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, ત્યારે રોષે ભરાયેલા શ્રમજીવીઓ કહી રહ્યા છે કે, કોરોના વાયરસ અમે નથી લાવ્યા, વિદેશીઓ લાવ્યા છે. અમને અમારા વતન જવા દો, બસની વ્યવસ્થા કરવી હોય તો કરો, નહિં તો અમે ચાલતા પણ જવા તૈયાર છે.

Next Story