Connect Gujarat
ગુજરાત

વડોદરા : ટ્રાય કલર હોસ્પિટલની કાળજીભરી સારવારથી વડોદરાના ૮૮ વર્ષના વૃદ્ધ મહિલા કોરોના દર્દી થયા સાજા

વડોદરા : ટ્રાય કલર હોસ્પિટલની કાળજીભરી સારવારથી વડોદરાના ૮૮ વર્ષના વૃદ્ધ મહિલા કોરોના દર્દી થયા સાજા
X

કોરોના સંકટ સામે દેશ ઝઝૂમી રહ્યો છે અને આ રોગ મોટી ઉંમરના વૃદ્ધ દર્દીઓ માટે વધુ જટિલ અને જોખમી ગણાય છે ત્યારે વડોદરાની પ્રતિષ્ઠિત ટ્રાય કલર હોસ્પિટલ( ટી.સી.એચ.) ના નિર્ધારિત માપદંડો પ્રમાણે તબીબી કુશળતા અને નિષ્ઠા સભર સારવાર થકી ૮૮ વર્ષની ઉંમરના વયોવૃદ્ધ શકુન્તલાબેન કડકિયા (દાદીમાં) કોરોના પેશન્ટ સાજા થઈને આજે તેમના ઘરે પરત ફર્યા છે.

શકુન્તલાબેન કડકિયા ખેડા જિલ્લાના બાલાસિનોરમાં કોરોના પોઝિટિવ જાહેર થતાં તેમને સારવાર માટે વડોદરા લાવવામાં આવ્યા હતા અને ટ્રાય કલર હોસ્પિટલ (ટી.સી.એચ.) માં સારવાર હેઠળ રાખવામાં આવ્યાં હતાં. વડોદરાની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં અત્યાર સુધી જેટલા દર્દી કોરોનામાંથી સાજા થયાં છે એ તમામ મહિલા દર્દીઓમાં સહુથી વયોવૃદ્ધ છે. આ સિદ્ધિથી ટ્રાય કલર હોસ્પિટલ (ટી.સી.એચ.) પરિવાર આનંદની લાગણી અનુભવે છે.

સારવાર અંગેની જાણકારી આપતાં ટ્રાય કલર હોસ્પિટલ (ટી.સી.એચ.) ના સી.ઇ.ઓ. ઇન્દરજીતસિંગ એ જણાવ્યું કે મોટી ઉંમરના દર્દીઓની સારવાર અઘરી અને પડકારજનક ગણાય છે. આ દાદીમા ખૂબ જ વયોવૃદ્ધ હોવાથી આઇસોલેશન હેઠળ પ્રોટોકોલ મુજબ એમને સઘન સારવાર અને મેડિકલ મોનીટરીંગ હેઠળ રાખવામાં આવ્યા હતા. તેમના જરૂરી તમામ ટેસ્ટ કરી સારવારનો સમુચિત પ્રોટોકોલ બનાવીને એમને સંપૂર્ણ તકેદારી સાથે સારવાર આપવામાં આવી જેનું ધાર્યું પરિણામ મળ્યું છે. એમને સારવારની શરૂઆતમાં ગળામાં ખરાશની તકલીફ વર્તાઈ હતી જે 24 થી 48 કલાકમાં શમી ગઈ હતી.

સીંગે વધુમાં ઉમેર્યું હતું કે આ વયોવૃદ્ધ મહિલાને ગત તા.19મી એપ્રિલે ટ્રાય કલર હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા હતા. 15 દિવસની યોગ્ય અને પદ્ધતિને અનુસરીને સારવાર કર્યા બાદ ગત તા.26/4 અને 2/5 ના રોજ એમના સ્વેબની બે વાર ચકાસણી કરવામાં આવી જેમાં બંને વાર તેમના રિપોર્ટ નેગેટિવ આવતાં એમને સંપૂર્ણ સાજા થયેલા જાહેર કરીને આજે રજા આપવામાં આવી છે. આજે રજા અપાતા સમયે તેમના સ્વજનોને હવે પછીના 14 દિવસ એમને હોમ કોરેન્ટાઇનમાં રાખીને, તેમની સાથે લેવાની તકેદારીઓની તેમજ ખોરાક સહીત દવાઓ આપવા અંગે પૂરતી સમજ આપવામાં આવી છે.

આ પ્રસંગે વયોવૃદ્ધ ૮૮ વર્ષીય મહિલા શકુન્તલા બેને જણાવ્યું હતું કે ટ્રાય કલર હોસ્પિટલના સ્ટાફની માનવીય તેમજ લાગણીસભર સારવારને પગલે ટૂંક સમયમાં મને આટલી સારી રિકવરી મળી છે. મારી સારવાર દરમિયાન મને નિયમિત સરકારી ધારાધોરણ મુજબ સારવાર દવાઓ અને માર્ગદર્શનની સાથે સાથે માનવીય હૂફ મળી હતી જેના કારણે મને ઘણોજ સકારાત્મક સપોર્ટ મળ્યો હતો.

આ વયોવૃદ્ધ મહિલા દર્દી ટ્રાય કલર હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ મેળવી કોરોના મુક્ત થયાં એનો અમને આનંદ છે અને અમે એમને સ્વસ્થ અને આરોગ્યમય જીવનની શુભકામનાઓ પાઠવીએ છીએ એમ ટ્રાય કલર હોસ્પિટલના સી ઇ ઓ ઇન્દરજીતસિંગે અંતમાં જણાવ્યું હતું.

Next Story