Connect Gujarat
ગુજરાત

વડોદરાઃ આરોપીને માર નહીં મારવા PSIએ માંગ્યા 4 લાખ, ACBનાં છટકામાં ઝડપાયા

વડોદરાઃ આરોપીને માર નહીં મારવા PSIએ માંગ્યા 4 લાખ, ACBનાં છટકામાં ઝડપાયા
X

દારૂના કેસમાં ઝડપાયેલા શખ્સ પાસેથી પીએસઆઈ રૂપિયા 30 હજારની લાંચ લેતા ઝડપાયા

વડોદરાનાં જવાહર નગર પોલીસ મથકનાં પીએસઆઈ આરોપી પાસેથી લાંચની માંગણી કરતાં એસીબીનાં હાથે ઝડપાઈ ગયા હતા. જેમાં દારૂના કેસમાં ઝડપાયેલા આરોપીને રિમાન્ડ મેળવ્યા બાદ તેને માર નહીં મારવા લાંચની માંગણી કરતાં એસીબીમાં ફરિયાદ થઈ હતી. જે બાદ ફરિયાદીએ નાણા આપવા જતાં પીએસઆઈ એસીબીનાં છટકામાં ઝડપાઈ ગયા હતા.

વડોદરા શહેરનાં જવાહરનગર પોલીસ સ્ટેશન PSI ઈન્દ્રજીતસિંહ મહેન્દ્વસિંહ સરવૈયાની ટીમે એક વિદેશી દારૂના ગુનામાં શખ્સની અટકાયત કરી હતી. સાથે તેનાં એક સાગરિતને વોન્ટેડ જાહેર કર્યો હતો. જ્યારે ઝડપાયેલા આરોપીનાં રિમાન્ડ મેળવ્યા બાદ તેને માર નહીં મારવા પીએસઆઈ સરવૈયાએ રૂપિયા 4 લાખની માંગણી કરી હતી. જોકે આરોપી તેને નાણા આપવા માંગતા નહોતા. છતાં અનેક વખત ઉઘરાણી કરતાં બાદમાં રૂપિયા 30 હજાર આપવાનું નક્કિ થયું હતું. જેની ફરિયાદ એસીબીમાં થતાં એસીબીએ છટકું ગોઠવ્યું હતું. આજરોજ ગોઠવેલા લાંચના છટકામાં પીએસઆઈ આરોપી ફરીયાદી પાસેથી રૂપિયા ૩૦,૦૦૦ની લાંચ સ્વીકારતા ઝડપાઈ ગયા હતા. તેને ઝડપી ACBએ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Next Story
Share it