Connect Gujarat
ગુજરાત

વડોદરા : શાળાએથી ઘર સુધીની સફર પુત્ર માટે બની અંતિમ, જુઓ શું બની ઘટના

વડોદરા : શાળાએથી ઘર  સુધીની સફર પુત્ર માટે બની અંતિમ, જુઓ શું બની ઘટના
X

વડોદરાના વડસર બ્રિજ પર એકટીવા પર પસાર થઇ રહેલાં માતા અને પુત્રને ક્રેઇનના ડ્રાયવરે ટકકર મારતાં ત્રણ વર્ષીય પુત્રનું મોત થયું હતું જયારે માતાને ગંભીર ઇજા પહોંચી હતી.

વડોદરામાં મંગળવારના રોજ ગમખ્વાર અકસ્માતમાં ત્રણ વર્ષીય બાળકે જીવ ગુમાવી દીધો છે. જેમાં વડસર બ્રિજ પર ક્રેઇનના ચાલકે એકટીવાને ટકકર મારતાં એકટીવા ક્રેઇન અને ડીવાઇડરની વચ્ચે સેન્ડવીચ બની ગયું હતું. એકટીવા પર સવાર મહિલા તેના 3 વર્ષીય પુત્રને અંબે સ્કુલમાંથી લઇને ઘરે જઇ રહી હતી. ક્રેઇનની ટકકરે માસુમ બાળકનું સ્થળ પર જ અરેરાટીભર્યું મોત થયું હતું. જયારે તેની માતાને ગંભીર ઇજા થતાં સારવાર માટે ખસેડવામાં આવી છે. અકસ્માત બાદ વડસર બ્રિજ પર ટ્રાફિકજામ થઇ ગયો હતો. પોલીસ કાફલાએ ઘટનાસ્થળે દોડી આવી ટ્રાફિક પુર્વવત કરાવ્યો હતો.

Next Story