Connect Gujarat
ગુજરાત

વડોદરાઃ સાસરીમાંથી પરત ફરી રહેલા પરિવારને વાહને ટક્કર મારતાં એકનું મોત

વડોદરાઃ સાસરીમાંથી પરત ફરી રહેલા પરિવારને વાહને ટક્કર મારતાં એકનું મોત
X

વડોદરાનો પરિવાર ઈંટોલાથી પરત ફરી રહ્યો હતો ત્યારે લકી હોટલ પાસે નડ્યો અકસ્માત

વડોદરા તાલુકાના વરસાડા ગામની લકી હોટલ પાસેથી સુજુકી એસેસ લઇને પસાર થઇ રહેલા જીનેશ શાહ અને તેમની પત્ની તથા પુત્રને કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતા જીનેશભાઇનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે તેમની પત્ની તથા પુત્રને ઇજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર જીનેશ રજનીકાંન્ત શાહ ઉ.વ 41 તેમની સાસરી ઇંટોલાથી પોતાના ઘરે પ્રશાંત ફ્લેટ મેન્ટલ હોસ્પિટલ સામે કારેલીબાગ વડોદરા તેઓની પત્ની સોનલબેન ઉ.વ.34 તથા પુત્ર અક્ષ સાથે સુજુકી એસેસ લઇને જતા હતા. દરમ્યાન વરસાડા ગામ પાસે આવેલી લકી હોટલ પાસે અજાણ્યા વાહને સુજુકી એસેસને ટક્કર મારતાં જીનેશભાઈને માથાના ભાગે તેમજ છાતીના ભાગે ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ. જ્યારે તેમની પત્ની સોનલબેનને નાની મોટી ઇજાઓ થતા તાત્કાલીક સોમાતલાવ ખાતે ખાનગી હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. તો પુત્રની હાલત ગંભીર જણાતા તેને ચીલ્ડ્રન હોસ્પીટલ ખાતે સારવાર અર્થે ખસેડાયો હતો. અકસ્માતમાં મોતને ભેટેલા જીનેશભાઈના મૃતદેહને પી એમ અર્થે પોર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયોહતો. અકસ્માત સંદર્ભે વરણામા પોલીસે ગુનો નોંધી આગળ ની તપાસ હાથ ધરી છે.

Next Story