Connect Gujarat
ગુજરાત

વડોદરા: ટ્રેનમાંથી મહિલાઓના પર્સની ઉઠાંતરી કરતો યુપીનો ખૂંખાર ગુનેગાર ઝડપાયો

વડોદરા: ટ્રેનમાંથી મહિલાઓના પર્સની ઉઠાંતરી કરતો યુપીનો ખૂંખાર ગુનેગાર ઝડપાયો
X

વડોદરા રેલવે સ્ટેશન પાસે પોલીસે યુપીના ખૂંખાર ગુનેગારને ઝડપી પાડતા મહિલાઓના પર્સની ચોરીના અનેક ભેદ ઉકેલાશે. વડોદરા રેલવે સ્ટેશન પાસેથી ઝડપાયેલા યુપીના સંભલ ખાતે રહેતા મુલાયમસિંહ રઘુ રાજ યાદવની પોલીસે તપાસ કરતાં તેની પાસે ૩ મોબાઈલ અને સોના ચાંદીના દાગીના મળી રૂપિયા સવા લાખની મતા મળી હતી.

પોલીસની પુછપરછ દરમિયાન આંતરરાજ્ય ગુનેગાર અગાઉ યુપીમાં નાર્કોટિક્સ અને ખૂન કેસમાં સંડોવાયેલો હોવાની વિગતો ખુલી હતી. છેલ્લા કેટલાક સમય થી દિલ્હી ખાતે રહેતો મુલાયમ ટ્રેનમાં આવી મહિલાઓના પર્સ ઉઠાવી જતો હતો અને કામ પૂરું થતા જ રિઝર્વેશન કોચમાંથી જનરલ ડબ્બામાં ચાલ્યો જતો હતો. તેણે ગોધરા અને દાહોદ ખાતે ચોરીઓ કરી હોવાની કબુલાત કરતા પોલીસે તેની વધુ તપાસ હાથ ધરી છે.

Next Story