Connect Gujarat
ગુજરાત

વડોદરા : કોરોના મહામારી વચ્ચે ત્રણ ગામોના વિસ્તારોને કન્ટેનમેન્ટ અને બફર ઝોન જાહેર કરવામાં આવ્યા

વડોદરા : કોરોના મહામારી વચ્ચે ત્રણ ગામોના વિસ્તારોને કન્ટેનમેન્ટ અને બફર ઝોન જાહેર કરવામાં આવ્યા
X

જિલ્લાના પાદરા તાલુકાના મુવાલ, વડોદરા તાલુકાના કરોડિયા અને વાઘોડિયા તાલુકાના પવલેપુર ગામોમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાતા, જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેકટર, વડોદરાની સૂચનાથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રીએ તકેદારીના પગલાં રૂપે જાહેરનામા દ્વારા ઉપરોક્ત ગામના કેટલાંક વિસ્તારોને કંટેન્મેંટ ઝોન અને બફર ઝોન જાહેર કરી વિવિધ નિયંત્રણો અમલમાં મૂક્યા છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા તેની ભલામણ કરવામાં આવી હતી.

મુવાલ ગામના બળિયા દેવ વિસ્તારના 8 ઘરની 31ની વસ્તીને, કરોળિયાની શિકોતર ધામ સોસાયટીના 11 ઘર અને 34ની વસ્તી અને પવળેપુર ગામની અક્ષર્યુગ સોસાયટીના 183 ઘર અને 423ની વસ્તીને કન્ટેન્ટમેન્ટ ઝોનમાં મૂકવામાં આવી છે.

તંત્ર દ્વારા આ વિસ્તારમાં વખતોવખતની સૂચનાઓ પ્રમાણે પ્રવૃત્તિઓ હાથ ધરાશે. સરકારી ફરજ પરની વ્યક્તિઓ સિવાય આ ઝોનમાં અન્ય તમામની અવર જવરની મનાઈ રહેશે. આ વિસ્તારના નિવાસીઓને તંત્ર જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની હોમ ડિલિવરી કરશે. તે જ પ્રમાણે મુવાલના ગંજીવાડના 19 ઘર અને 80 ની વસ્તી, કરોડિયાની શિકોતર ધામ સોસાયટીના બાકીના 81 ઘર અને 285 ની વસ્તી,અને પવલેપૂર્ની અક્ષર યુગ સોસાયટીના બાકીના 134 ઘર અને 261 ની વસ્તીને બફર ઝોનમાં મૂકવામાં આવી છે.

બફર ઝોનના રહેવાસીઓને ગામની હદમાં સવારના 8 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી આવશ્યક ચીજ વસ્તુઓની ખરીદી માટે મુક્તિ રહેશે, અને આ સમય દરમિયાન બે પૈડાં વાળા વાહન પર એક વ્યક્તિ અને 3/4 પૈડાં વાળા વાહન પર બે વ્યક્તિ પ્રવાસ કરી શકશે. આ વિસ્તારોમાં ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની વખતોવખત ની સૂચનાઓ પ્રમાણે કામગીરી કરવાની રહેશે અને ઇન્સિડેન્ટ કમાંડર આનુષાંગિક તમામ કાર્યવાહી કરશે.

આ સૂચનાઓનું ઉલ્લંઘન રોગચાળા નિયંત્રણના તેમજ આપદા પ્રબંધનના કાયદાની વિવિધ જોગવાઈઓ અનુસાર કાયદેસરની કાર્યવાહી ને પાત્ર ઠરશે.

Next Story