Connect Gujarat
સમાચાર

વડોદરા : વાઘોડિયા ચોકડી બ્રીજ પર ટેમ્પો અને ડમ્પર વચ્ચે સર્જાયો અકસ્માત

વડોદરા : વાઘોડિયા ચોકડી બ્રીજ પર ટેમ્પો અને ડમ્પર વચ્ચે સર્જાયો અકસ્માત
X

વડોદરાના વાઘોડિયા ચોકડી બ્રીજ પર ટેમ્પો અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દૂર્ઘટનામાં 10 જેટલા લોકોના મોત થયાં છે. જો કે હાલમાં મૃતદેહોના સયાજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યાં છે.

સુરતથી પાવાગઢ ટેમ્પોમાં દર્શન માટે જઇ રહેલા યાત્રિકોને અકસ્માત નડ્યો હતો. આ દૂર્ઘટનામાં 2 બાળક, 5 મહિલા અને 3 પુરુષના મૃત્યું થયા છે. જ્યારે અન્ય 17 યાત્રિકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને SSG હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં છે

પ્રાપ્ત મળતી વિગત અનુસાર વડોદરાના વાઘોડિયા ચોકડીના બ્રીજ પર મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. વાઘોડિયા ચોકડીના બ્રીજ પર ટેમ્પો અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતાં 10 જેટલા લોકોના મૃત્યુની આશંકા છે. આ અકસ્માતની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. હાલમાં મૃતદેહો શહેરની સયાજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યાં છે. પોલીસ અને પરિવારજનો હોસ્પિટલો ખાતે પહોંચ્યાં છે.

Next Story