Connect Gujarat
ગુજરાત

વડોદરા : પોપડીપુરાના ફાર્મહાઉસમાંથી 20 લાખના દારૂ સાથે એક આરોપી ઝબ્બે

વડોદરા : પોપડીપુરાના ફાર્મહાઉસમાંથી 20 લાખના દારૂ સાથે એક આરોપી ઝબ્બે
X

વાઘોડિયા

તાલુકાના પોપડીપુરા ગામે આવેલા ફાર્મ હાઉસમાં જિલ્લા પોલીસે દરોડો પાડી 20 લાખ રૂપિયા ઉપરાંતની કિમંતના વિદેશી દારૂ

સાથે એક આરોપીને ઝડપી પાડયો છે.

વડોદરા

એલસીબીને પોપડીપુરા

ગામ પાસે આવેલા ફાર્મ હાઉસમાં વિદેશી દારૂનો જથ્થો હોવાની માહિતી મળી હતી. એલસીબીના

પી.આઇ. ડી.બી. વાળા અને તેમના સ્ટાફે બપોરે દરોડો પાડી ફાર્મ હાઉસ સ્થિત ઓરડીમાં

છૂપાવેલો રૂપિયા 20 લાખની

કિંમતનો વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો હતો.ઓરડીની દેખરેખ માટે રાખવામાં

આવેલ દિપક જયશ્વાલની ધરપકડ કરી હતી.પોલીસની પ્રાથમિક તપાસમાં આ વિદેશી દારૂનો

જથ્થો વડોદરાના બુટલેગર મેહુલ કહાર અને વિપુલ ચાવડાનો હોવાનું બહાર આવ્યું હતું.

બુટલેગરો પાડોશી રાજ્યોમાંથી વિદેશી દારૂનો જથ્થો મંગાવી પોપડીપુરા ગામ ખાતે આવેલા

ફાર્મ હાઉસમાં રાખતા હતાં. અને આ ફાર્મ હાઉસમાંથી વિદેશી દારૂની પેટીઓનું આસપાસના

બુટલેગરોને વેચતા હતા. એલ.સી.બી.એ આ બનાવની ફરિયાદ વાઘોડિયા પોલીસ મથકમાં નોંધાવી

છે.

Next Story