Connect Gujarat
ગુજરાત

વડોદરા : શ્રી નારાયણ વિદ્યાલય ખાતે અતુલ્ય ભારત થીમ આધારિત પ્રદર્શન યોજાયું

વડોદરા : શ્રી નારાયણ વિદ્યાલય ખાતે અતુલ્ય ભારત થીમ આધારિત પ્રદર્શન યોજાયું
X

વડોદરા શહેરના હરણી

વિસ્તારમાં આવેલ શ્રી નારાયણ

વિદ્યાલય ખાતે અતુલ્ય ભારતની થીમ આધારિત પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 1થી 12 સુધીના શાળાના વિધ્યાર્થીઓએ ભારત દર્શન કરાવતા અનેક થીમ પર પ્રોજેકટ રજૂ કર્યા હતા.

બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે માટે શાળા દ્વારા અનેક પ્રોજેક્ટ સહિત વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવતા

હોય છે, ત્યારર વડોદરા શહેરની શ્રી નારાયણ વિદ્યાલય દ્વારા

અનોખું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. શ્રી નારાયણ વિદ્યાલય શાળામાં આચાર્ય તેમજ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ અતુલ્ય

ભારત વિષય પર આધારિત જ્ઞાનસભર

તેમજ કલાત્મક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેમાં 9 જેટલા વિવિધ વિષયોને

આવરી લઈ પ્રાચીન ભારત તેમજ અર્વાચીન ભારતની સંકલ્પના રજૂ

કરવામાં આવી હતી. વિધાર્થીઓએ તમામ પ્રોજેક્ટ ભારે મહેનતથી તૈયાર કર્યા હતા.

ભારતનો સંસ્કૃતિક વારસો, ભારતીય કૃષિ, કુદરતી સંસાધનો, વેપાર વિષયક સેવાઓ, વિજ્ઞાન ટેકનોલોજી, ગુજરાતના મેળાઓ, હસ્ત કલા, લલિત કલા સહિત અનેક

માહિતી સભર સ્ટોલ્સ પ્રદર્શન દરમ્યાન રાખવામાં આવ્યા હતા.

Next Story