Connect Gujarat
ગુજરાત

વડોદરા : ભૂલકાંઓને અન્ન પ્રાશન કરાવી વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ પોષણ અભિયાન શરૂ કરાવ્યું

વડોદરા : ભૂલકાંઓને અન્ન પ્રાશન કરાવી વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ પોષણ અભિયાન શરૂ કરાવ્યું
X

આપણી પોષક આહાર

પરંપરા અને રસોડાની સ્વચ્છતાનો સંદેશ આપતી પોષણ આરતી ઉતારીને વડોદરાના શહેરી

વિસ્તારમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ પોષણ અભિયાન ૨૦૨૦નો પ્રારંભ કરાવ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરક્ષિત રાષ્ટ્ર માટે સૂપોષિત બાળના ઉપાડેલા અભિયાનમાં

સહયોગ આપવાનો અનુરોધ કરવાની સાથે ગુજરાતમાં મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ યોજવામાં

આવેલા એક વર્ષના પોષણ અભિયાનને ઉપાડી લેવા માટે મહાનગર પાલિકાને અભિનંદન આપ્યા

હતા. સહી પોષણ દેશ રોશનના સૂત્રને અનુસરીને શરૂ કરવામાં આવેલું આ અભિયાન સૂપોષીત

ગુજરાતનું ધ્યેય સાકાર કરશે એવો વિશ્વાસ વિધાનસભા અધ્યક્ષે વ્યક્ત કર્યો હતો.

ભારતીય તહેવારો સાથે

સંકળાયેલી પોષક આહાર પરંપરા આજે ભુલાઈ ગઈ છે જેના પરિણામે કુપોષણ વધ્યું છે અને

આજે ૩૮ ટકા જેટલા બાળકો કુપોષિત છે. તેમણે સુવાવડી માતાઓને વસાણાં યુક્ત લાડુ, સુખડી જેવી ભેટ આપવાની સામાજિક પરંપરા ફરીથી અપનાવવાની ખાસ ભલામણ કરી હતી. કુપોષણ એ આખા દેશનું દર્દ છે અને આ દર્દના નિવારણમાં યોગદાન આપવું એ આપણા

સહુની ફરજ છે. બાળક એ ઈશ્વરનું રૂપ છે એટલે એમના કુપોષણના નિવારણમાં કરાતી મદદ એ

પ્રભુ પૂજા સમાન છે, ત્યારે વિધાનસભા અધ્યક્ષએ છ મહિનાના ભૂલકાં અર્શ અને પ્રહર્ષને અન્ન પ્રાશન કરાવવાની સાથે બાળકો, કિશોરીઓ અને ધાત્રી માતાઓને પોષ્ટિક આહાર સામગ્રીની કિટ્સ ટેક હોમ રાશનનું

વિતરણ કર્યું હતું. બાળકોએ પોષણ અદાલત નાટક ભજવીને બાળ પોષણમાં વાલીઓની બેદરકારી

સુધારી લેવાની સચોટ સંદેશ આપ્યો હતો.

Next Story