Connect Gujarat
ગુજરાત

વડોદરા: દર્શનમ એન્ટિકાનાં A ટાવરમાં આગ ભભૂકતા નાસભાગ

વડોદરા: દર્શનમ એન્ટિકાનાં A ટાવરમાં આગ ભભૂકતા નાસભાગ
X

વોશિંગ મશીનમાં સોટસર્કિટ થવાનાં કારણે લાગી ભીષણ આગ

વડોદરાના દન્તેશ્વર પાસે આવેલ દર્શનમ એંટિકાના Aટાવરમાં એકાએક આગ ભભૂકતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ઘટનાની મળતી પ્રાથમિક વિગત અનુસાર વડોદરાના દન્તેશ્વર વિસ્તારમાં આવેલ દર્શનમ એન્ટિકાના A ટાવર વિંગના એક ફ્લેટમાં રહેલ વોશીંગ મશીનમાં શોટસર્કીટ થતા આગ ભભૂકી ઉઠી હતી. એકાએક લાગેલ આગના પગલે આસપાસના ટાવર તેમજ A ટાવરના રહીશોમાં નાસભાગ મચી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

[gallery td_select_gallery_slide="slide" size="large" ids="67127,67128,67129,67130,67131,67132,67133,67134"]

જો કે, સમયસર ઘટનાની જાણ ફાયર વિભાગને કરાતા ફાયર વિભાગના લાશ્કરોએ દોડી આવી આગ પર કાબુ મેળવતા સૌએ હાશકારો અનુભવ્યો હતો.આ ઘટનામાં કોઇ જાનહાની સર્જાયાના એહવાલ મળવા પામ્યા નથી આગ માત્ર વોશીંગ મશીનમાં થયેલ શોટસર્કિટના કારણે લાગી હોવાની હકીકત બહાર આવી હતી.

Next Story
Share it