વડોદરા : આત્મીય યુવા મહોત્સવનો પ્રારંભ, 2 લાખથી વધુ યુવાઓ ઉમટી પડયાં

વડોદરા ખાતે યોગી ડિવાઈન સોસાયટી આયોજિત ત્રિદિવસીય આંતરરાષ્ટ્રીય આત્મીય યુવા મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો. જેમાં દેશ વિદેશથી લાખોની સંખ્યામાં યુવાનો તથા યુવતીઓ અને હરિભક્તો ઉપસ્થિત રહયાં હતાં.
વડોદરાનાં પાંજરાપોળનાં મેદાનમાં હરિધામ સોખડા યોગી ડીવાઇન સોસાયટી દ્વારા આયોજિત ત્રિ દિવસીય આંતરરાષ્ટ્રીય આત્મીય યુવા મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ભારત ઉપરાંત અમેરિકા, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇંગ્લેન્ડ તેમજ ન્યૂઝીલેન્ડ સહિત 26 દેશોથી યુવક તથા યુવતીઓ અને હરિભક્તો ભાગ લેવાં વડોદરા આવ્યાં છે. યુવા મહોત્સવના પ્રારંભે હાજર રહેલાં આરએસએસના સર કાર્યવાહ ભૈયાજી જોશીએ જણાવ્યું હતું કે, પરમ પુજય હરિપ્રસાદ સ્વામીજીએ રાષ્ટ્ર નિષ્ઠા ધરાવતા યુવાનોની ફોજ તૈયાર કરી છે . જે રીતે અર્જુનના સારથી કૃષ્ણ રહ્યા તેનાથી પાંડવો જીત્યા ત્યારે હાલના યુગમાં ગુરુ હરિ સ્વામીજી જેવા સંતોએ યુવાનોને માર્ગદર્શન આપી સત્કાર્ય કરી રહયાં છે. દેશ વિદેશથી આવેલા 2 લાખ જેટલા યુવાનો અંગદાન, રકતદાન તેમજ સ્વચ્છતા માટેનાં સંકલ્પ લેશે.