Connect Gujarat
ગુજરાત

વડોદરા : બરોડા ડેરી દ્વારા ૩.૯૭ લાખ લીટર દૂધના પાઉચનું વેચાણ

વડોદરા : બરોડા ડેરી દ્વારા ૩.૯૭ લાખ લીટર દૂધના પાઉચનું વેચાણ
X

૬૮૩૬ ક્વિન્ટલ શાકભાજીની આવક

કોરોના સંદર્ભે ઊભી થયેલ લોકડાઉનની પરિસ્થિતિમાં વડોદરા શહેર જિલ્લામાં નાગરિકોને આવશ્યક ચીજ વસ્તુઓ જેવી કે દૂધ,શાકભાજીનો પુરવઠો સરળતાથી મળી રહે તે માટે જિલ્લા પ્રશાસન દ્વારા સુદ્રઢ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. નાગરિકોને જરૂરિયાત મુજબ દૂધનો શાકભાજીનો પૂરવઠો મળી રહે તે માટે જિલ્લા પ્રશાસન દ્વારા સુચારુ આયોજન કરવામાં આવ્યું છે.

બરોડા ડેરીમાં આજે ૫.૬૩ લાખ લીટર દૂધની આવક થઈ હતી. જે પૈકી ડેરી દ્વારા ૩.૯૭ લાખ લીટર દૂધના પાઉચનું વેચાણ કરવામાં આવ્યું હતુ. ડેરી દ્વારા ૮૪૮૪૮ લીટર છાશ અને ૨૫૩૦ કી.ગ્રામ દહીંનું પણ વેચાણ કરવામાં આવ્યું હતું. એ.પી.એમ.સી વડોદરા અને પાદરામાં આજે ૨૨૪ ક્વિન્ટલ બટાકા,૧૬૨૭ ક્વિન્ટલ ડુંગળી,૧૨૫૧ ક્વિન્ટલ ટામેટા, અન્ય લીલા શાકભાજીની ૩૨૧૨ ક્વિન્ટલ સહિત કુલ ૬૮૩૬ ક્વિન્ટલ શાકભાજીની આવક થઇ હતી. જ્યારે ૪૩૧૫ ક્વિન્ટલ ફળ ફ્લાદીની આવક થઇ છે.

Next Story