Connect Gujarat
Featured

વડોદરા : જિલ્લા કલેકટરના રક્તદાન વાહિનીના પ્રયોગને પ્રોત્સાહક પ્રતિસાદ

વડોદરા : જિલ્લા કલેકટરના રક્તદાન વાહિનીના પ્રયોગને પ્રોત્સાહક પ્રતિસાદ
X

ચાર દિવસમાં 194 રક્તદાતાઓ એ જુદી જુદી બ્લડ બેંકોમાં કર્યું રક્ત દાન

લોક ડાઉનના સમયગાળામાં રક્ત બેંકોમાં લોહીનો પૂરતો પુરવઠો જળવાઈ રહે અને લોહીના અભાવે કોઈ દર્દીનો જીવ જોખમમાં ના મુકાય એની પૂર્વ તકેદારી રૂપે જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે, જિલ્લા વહીવટી તંત્ર,વડોદરા મહાનગર પાલિકા,ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અને શહેરની બે સરકારી અને 7 સંસ્થાકીય બ્લડ બેંકો વચ્ચે સંકલન સાધી રક્તદાન વાહિનીની અભિનવ પહેલનો અમલ કર્યો છે.

આ પ્રયોગના પ્રથમ ચાર દિવસ દરમિયાન 194 રક્તદાતાઓ એ આ વાહિની દ્વારા જુદી જુદી બ્લડ બેંક ખાતે આવીને સ્વૈચ્છિક રક્તદાન કર્યું છે .ગુજરાતમાં દાખલારૂપ બનેલી આ પહેલ હેઠળ 9 બ્લડ બેંકને, રક્તદાતાઓ ને ઘેર થી બ્લડ બેંક ખાતે લાવવા અને રક્તદાન પછી પરત ઘેર લઈ જવા 12 વાહનોની રક્તદાન વાહિનીઓ રૂપે સુવિધા આપવામાં આવી છે.પ્રત્યેક બેંક ના કોલ સેન્ટર પર થી રોજે રોજ નોંધાયેલા રક્તદાતાઓ ને ફોન કરી,રક્તદાન માટેની તેમની અનુકૂળતા અને ઈચ્છા પૂછવામાં આવે છે.અને તત્પર રક્તદાતા આ વાહિનીમાં બ્લડ બેંક ખાતે આવી લોહી આપી રહ્યા છે.

લોક ડાઉન ના આ સમયમાં રક્તદાન કેમ્પ યોજવા શક્ય નથી કારણ કે એનાથી ભીડભાડ થાય અને સોશીયલ ડિસટન્સ પાળી ના શકાય.તેના વિકલ્પે જિલ્લા કલેકટરે સુચવેલો આ વિકલ્પ ખૂબ કારગર નીવડ્યો છે.

આ પ્રયોગને વધુ સશકત બનાવવા કયા ગ્રુપના લોહીની વધુ જરૂર પડે છે એની તારવણી કાઢવામાં આવી છે અને જેની માંગ વધુ હોય એવા ગ્રુપના રક્તદાતાઓ ને રક્તદાન માટે અગ્રતા ક્રમે બોલાવવામાં આવે છે.તેની સાથે કોઈ બ્લડ બેંકમાં કોઈ ચોક્કસ ગ્રુપના લોહીનો સ્ટોક વધુ હોય અને બીજી બેંકમાં એની અછત હોય તો આંતર વિનિયોગ કરવામાં આવે છે. થેલેસિમિયા પીડિતોને જરૂરી લોહી સંસ્થાઓને મળી રહે એની તકેદારી લેવાય છે.લોક ડાઉન ના સમયગાળામાં સયાજી હોસ્પિટલ,જલારામ અને ઇન્દુ બ્લડ બેંકમાં થેલેસેમિયા ના 120 દર્દીઓને 145 યુનિટ લોહી આપવામાં આવ્યું છે.રક્તદાન વાહિની ની વ્યવસ્થાનો એક આશય આ દર્દપિડીતો માટે પુરવઠો જાળવી રાખવાનો પણ છે.

રક્તદાતાઓ ની સુરક્ષા જળવાય એ માટે પ્રત્યેક વાહીનીમાં વાહન ચાલકને માસ્ક અને સેનેટાઇઝર આપવામાં આવ્યા છે અને રક્તદાતા ના હાથ સેનેટાઇઝ કરવાની કાળજી લેવામાં આવે છે.બેંકો ખાતે પણ અંતર જળવાય એ રીતે લોહી લેવામાં આવે છે.

રક્તદાન વાહિની શરૂ કર્યાના પ્રથમ દિવસે ,એક કલાકમાં જ 39 રક્તદાતાઓ લોહી આપવા આવ્યા હતા.તે પછી બીજા દિવસે 93 અને ત્રીજા દિવસે 73 મળીને કુલ 194 રક્તદાતાઓ એ રક્ત સેવા કરી છે એ ઉલ્લેખનીય છે.

Next Story