Connect Gujarat
ગુજરાત

વડોદરા : સેન્ટ્રલ જેલમાં મુલાકાતી રૂમ પાસેથી મુલાકાતીઓના મોબાઇલ ચોરી થવાની બની ઘટના

વડોદરા : સેન્ટ્રલ જેલમાં મુલાકાતી રૂમ પાસેથી મુલાકાતીઓના મોબાઇલ ચોરી થવાની બની ઘટના
X

ઉપરા છાપરી મોબાઇલ ચોરીની ઘટના બનતા જેલ બહારની સુરક્ષા સામે સવાલ ઊભાં થયા.

વડોદરાની સેન્ટ્રલ જેલમાં મુલાકાતી રૂમ પાસેથી મુલાકાતીઓના મોબાઇલ ચોરી થવાની ઘટના બની હતી. ઉપરા છાપરી મોબાઇલ ચોરીની ઘટના બનતા જેલ બહારની સુરક્ષા સામે સવાલ ઊભાં થયા છે ગત ૧૨ ડિસેમ્બરે જેલમાં મુલાકાતે આવતા મુલાકાતીઓ ને માલ સમાન બહાર મુકાવે છે જેમાં મુલાકાતી ના મોબાઈલ ચોરી થયા હતા રાવપુરા પોલીસે ગણતરી ના દિવસો માં આ મામલે સંડોવાયેલી સુરત ની મારિયા ઉંફે મમતા સેજાદ પટેલ ને ઝડપી લઈ ૧૨ મોબાઈલ કબ્જે કર્યા હતા

પોલીસ તપાસમાં બહાર એવું પણ આવ્યુ છે કે મારિયા ઉંફે મમતા જેલ માં મુલાકત માટે પણ આવી હતી અને તને પણ સામાન બહાર મુકિયો હતો જ્યાંથી પરત ફરતી વખતે અન્ય મુલાકાતીઓ ના સામાન માંથી મોબાઇલ ચોરી લીધા હતા જે સમગ્ર ઘટના cctv માં કેદ થઈ હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ચાર દિવસ અગવ જેલમાંથી કેદીઓ પાસેથી મોબાઈલ મળી આવતા ખડભળાટ મચી ગયો હતો ત્યારબાદ જેલ ની મુલાકાત અર્થે આવતા કેદીઓ ના સગાઓના માલસામાન માંથી મોબાઈલ ચોરી થવાની ઘટના બનતા જેલ ની બહાર ની સુરક્ષા સામે સવાલ ઉભા થયા છે.પોલીસે હાલમાં તો મારિયાની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

Next Story