Connect Gujarat
ગુજરાત

વડોદરા : કોમેડીયન અને કલાકારોને ભારે પડી કોમેડી, જુઓ ખ્રિસ્તી સમાજે કેમ કરી માફીની માંગ

વડોદરા : કોમેડીયન અને કલાકારોને ભારે પડી કોમેડી, જુઓ ખ્રિસ્તી સમાજે કેમ કરી માફીની માંગ
X

ખ્રિસ્તી સમાજમાં પવિત્ર માનવમાં આવતા “હાલેલુયા” શબ્દ પર ફરાહ ખાન,રવિના ટંડન તથા કોમેડીયન ભારતીસિંગે અભદ્ર ટીપ્પણી કરતાં ખ્રિસ્તી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે વડોદરાના ખ્રિસ્તી સમાજે ત્રણેય કલાકારો માફી માંગે તેવી માંગ કરી છે.

ખ્રિસ્તી સમાજમાં હાલેલુયા શબ્દનો અર્થ પ્રેઈસ ઓફ ગોડ એટલે કે પરમેશ્વરનું વચન થાય છે. તેને ખિસ્તી સમાજમાં પવિત્ર માનવામાં આવે છે. ટીવી પર ચાલતા એક કોમેડી-શોમાં હોલેલુયા શબ્દ વિશે ટીપ્પણી કરવામાં આવતાં વિવાદ થયો છે. ખ્રિસ્તી સમાજની ધાર્મિક લાગણી પણ દુભાઇ છે ત્યારે અભિનેત્રી તેમજ કોમેડી-શોના જવાબદારો દ્વારા ખ્રિસ્તી સમાજની જાહેરમાં માફી માંગવામાં આવે તેવી માંગણી સાથે જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.વડોદરા ખ્રિસ્તી સમાજના અગ્રણી એલ્ડિન થોમસે જણાવ્યું હતું કે, ટીવીમાં ચાલતા એક કોમેડી-શોમાં ફરાહ ખાન, અભિનેત્રી રવિના ટંડન તથા કોમેડીયન ભારતીસિંગે કરેલી ટીપ્પણી સામે અમારા સમાજમાં ભારે રોષ ફેલાયો છે. આ તમામ લોકો જાહેરમાં માફી માંગે તેવી અમારી માંગ છે.

Next Story