Connect Gujarat
ગુજરાત

વડોદરા : કલેક્ટર શાલિની અગ્રવાલે MSME ઉદ્યોગો માટે કેમ્પસ યોજી ધિરાણનું માર્ગદર્શન આપવા કર્યો અનુરોધ

વડોદરા : કલેક્ટર શાલિની અગ્રવાલે MSME ઉદ્યોગો માટે કેમ્પસ યોજી ધિરાણનું માર્ગદર્શન આપવા કર્યો અનુરોધ
X

જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે લીડ બેંકના માધ્યમથી જિલ્લાના બેંકર્સને લોકડાઉનની પરિસ્થિતિમાં લઘુ, મધ્યમ અને સુક્ષ્મ ઉદ્યોગોને મદદરૂપ બનવા માટે જીઆઇડીસી વાર કેમ્પસ યોજીને ધિરાણ પ્રક્રિયાનું માર્ગદર્શન આપવા અને ફેસિલિટેશન કરવા ખાસ અનુરોધ કર્યો હતો.

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલએ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા કલેકટર તેમજ વિવિધ ઉદ્યોગ મંડળોના સદસ્યો સાથે સંવાદ કર્યો હતો. સંવાદમાં ભારત સરકારે MSME માટે જાહેર કરેલા રાહત પેકેજનો ઝડપથી અને સુચારુ અમલ કરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં લઘુ મધ્યમ અને સુક્ષ્મ ઉદ્યોગોને સરળતાથી ધિરાણ સહાયતા મળે અને મળવાપાત્ર ધિરાણના 20 ટકા સુધી વર્કિંગ કેપિટલ, ટર્મ લોન મળે તે સહિતની બાબતોની ચર્ચા કરવામાં આવી હતી. વડોદરાના અગ્રણી ઉદ્યોગ મંડળોના પ્રતિનિધિઓ એ બેઠકમાં ભાગ લઈને ઉપયોગી સૂચનો કર્યા હતા.

Next Story
Share it