Connect Gujarat
ગુજરાત

ચુંટણી પંચનો એવોર્ડ હું સહયોગી માધ્યમો અને વડોદરાના લોકોને અર્પણ કરું છું: જિલ્લા ચુંટણી અધિકારી શાલિની અગ્રવાલ

ચુંટણી પંચનો એવોર્ડ હું સહયોગી માધ્યમો અને વડોદરાના લોકોને અર્પણ કરું છું: જિલ્લા ચુંટણી અધિકારી શાલિની અગ્રવાલ
X

લોકસભાની ચુંટણીમાં ગુજરાતના ચાર મહાનગરોમાં વડોદરાના લોકોએ સહુ થી વધુ મતદાન કર્યું એનો ઉલ્લેખ કરતાં જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર શાલિની અગ્રવાલે જણાવ્યું કે વડોદરાને રાજ્યમાં મતદાર શિક્ષણ અને જાગૃતિની શ્રેષ્ઠ કામગીરી માટે એવોર્ડ આપવામાં આવ્યો છે. મને લાગે છે કે તેને માટેની જે પાત્રતા જિલ્લા ચૂંટણી તંત્ર કેળવી શક્યું એમાં તમામ પ્રકારના પ્રચાર માધ્યમો અને વડોદરાના લોકોનો ઘણો મોટો ફાળો છે. એટલે હું આ એવોર્ડ તમામ માધ્યમો અને વડોદરાના લોકોને અર્પણ કરું છે.

એમણે જણાવ્યું કે મતદાર શિક્ષણ અને જાગૃતિ માટે તંત્ર દ્વારા જે અભિનવ કાર્યક્રમો આપવામાં આવ્યા એને પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક્સ, સોશીયલ મીડીયા અને રેડિયો સહિત તમામ માધ્યમોએ વ્યાપક પ્રસિદ્ધિ આપી અને વડોદરાના લોકોએ ખુબ પ્રોત્સાહક પ્રતિસાદ આપ્યો. એના પરિણામે મતદાન વધ્યું. મતદાર નોંધણી સહિતના અન્ય કામોમાં પણ સહુનો આવો જ સહયોગ મળે છે.મને આશા છે કે હવે સરકારની લોકોપયોગી યોજનાઓને લાભાર્થીઓ સુધી પહોંચાડવાના કામમાં પણ સહુનો આવો જ સહયોગ મળી રહેશે. ચુંટણી તંત્રના કર્મીઓ પણ ખૂબ પરિશ્રમ કરે છે.આપના સહયોગ થી એમને પણ પીઠબળ મળે છે. એમણે સહુને સાભાર ધન્યવાદ આપ્યા હતા.

આ પ્રસંગે નિવાસી અધિક કલેકટર દિલીપ પટેલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી જોષી ઉપસ્થિત રહ્યા હતા.

Next Story