Connect Gujarat
સમાચાર

વડોદરા : શહેરીજનોને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં કોર્પોરેશન ધરાર નિષ્ફળ, લોકોનો વેરો માફ કરવામાં આવે તેવી કોંગ્રેસની માંગ

વડોદરા : શહેરીજનોને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં કોર્પોરેશન ધરાર નિષ્ફળ, લોકોનો વેરો માફ કરવામાં આવે તેવી કોંગ્રેસની માંગ
X

કોરોના વાઇરસની મહામારીના વ્યાપને અટકાવવા માટે કરવામાં આવેલા લોકડાઉનમાં લોકોની હાલત દયનીય બની ગઇ છે. ત્યારે વેરા, લાઇબીલ તેમજ સ્કૂલ ફી માફ કરવા શહેર-જિલ્લા કોંગ્રેસ દ્વારા માંગણી કરવામાં આવી છે. શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સાગર બ્રહ્મભટ્ટ (કોકો) દ્વારા જિલ્લા કલેક્ટર દ્વારા મુખ્યમંત્રીને આવેદન પત્ર મોકલવામાં આવ્યું હતું.

આવેદન પત્રમાં જણાવાયું છે કે, કોરોના વાઇરસની મહામારીમાં લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. લોકડાઉનના કારણે વેપાર-ધંધા બંધ હોવાથી લોકોની આવક બંધ થઇ ગઇ હતી. નિર્ધારીત સમય માટે રોજગાર ધંધા શરૂ થયા છે. પરંતુ, હજુ રોજગાર ધંધા વ્યવસ્થિત ચાલુ થયા ન હોવાથી લોકોને હજુ પણ આર્થિક સ્થિતીનો સામનો કરવાની ફરજ પડી રહી છે.

વધુમાં આવેદન પત્રમાં જણાવ્યું છે કે, માર્ચ-2020થી જુન-2020 સુધીના વીજળી બીલ માફ કરવા, વેરા બીલ માફ કરવા, આગામી શૈક્ષણિક વર્ષની સ્કૂલોની ફી માફ કરવા, ખેડૂતોને આપવામાં આવેલ ધીરાણ પરત કરવાની મુદતમાં વધારો કરવામાં આવે તેમજ વ્યાજ માફ કરવાની પણ માંગણી કરવામાં આવી છે.

શહેર-જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સાથે વડોદરા મહાનગર સેવા સદનના વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ (ભથ્થુ), શહેર કોંગ્રેસ પ્રવક્તા અમીત ગોટીકર, કાર્યકરો અમર ઢોમસે, વિક્રમ શાહ, મિતેષ ઠાકોર સહિત મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. કોંગ્રેસ કાર્યકરો દ્વારા કલેક્ટર કચેરી ખાતે સોશ્યલ ડિસ્ટન્ટનું પણ પાલન કરવામાં આવ્યું હતું.

Next Story