Connect Gujarat
ગુજરાત

વડોદરાના ક્રિકેટર ઇરફાન પઠાણે તમામ પ્રકારના ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની કરી જાહેરાત

વડોદરાના ક્રિકેટર ઇરફાન પઠાણે તમામ પ્રકારના ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની કરી જાહેરાત
X

ટીમ ઈન્ડિયાના 2007 ટી-20 વર્લ્ડકપના હીરો ઈરફાન પઠાણે શનિવારે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃતિની જાહેરાત કરી દીધી છે. નિવૃતિની જાહેરાત કરતા તેમણે કહ્યું કે, આજે હું તમામ પ્રકારની ક્રિકેટ ફોર્મેટ માંથી સન્યાસ લઈ રહ્યો છું. આ મારા માટે ભાવનાત્મક ક્ષણ છે, પરંતુ આ એવો ક્ષણ છે જે તમામ ખેલાડીઓના જીવનમાં આવે છે. નાનકડી જગ્યાએથી અને મને સચિન તેંડુલકર અને સૌરભ ગાંગુલી જેવા મહાન ખેલાડીઓ સાથે રમવાની તક મળી, જેની સૌ કોઈને તમન્ના હોય છે.

શિખર

દરમિયાન બરોડા બોમ્બર તરીકે જાણીતા, ઇરફાન પઠાણે શનિવારે 4 જાન્યુઆરી 2020 ના રોજ તમામ પ્રકારના ક્રિકેટમાંથી

નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. તેણે ભારત તરફથી 29 ટેસ્ટ, 120 વન-ડે આંતરરાષ્ટ્રીય અને 24 ટી -20 મેચ રમી હતી અને 301 આંતરરાષ્ટ્રીય વિકેટ સાથે પૂર્ણ કર્યું હતું

ક્રિકેટમાંથી

નિવૃતિની જાહેરાત બાદ ઈરફાને કહ્યું કે, મારી ક્રિકેટ યાત્રા સંતોષકારક હતી. ચાહકોએ મારા પર

ખૂબ પ્રેમ અને આશીર્વાદ વરસાવ્યા છે. હું ટોચના 5 બોલરોની યાદીમાં હતો, જે એક મોટી ઉપલબ્ધિ છે. જોકે, હું ક્રિકેટ સાથે જોડાયેલ રહીશ.

અત્રે નોંધનીય છે કે, ઇરફાન પઠાણ શહેરમાં દર વર્ષે યોજાતા વાર્ષિક વડોદરા મેરેથોનનો બ્રાન્ડ

એમ્બેસેડર પણ છે.

Next Story