Connect Gujarat
ગુજરાત

વડોદરાઃ નાણાં રોકાણ કરાવી છેતરપિંડી કરનાર સહારા કંપનીના 3 મેનેજરની કરાઇ અટકાયત

વડોદરાઃ નાણાં રોકાણ કરાવી છેતરપિંડી કરનાર સહારા કંપનીના 3 મેનેજરની કરાઇ અટકાયત
X

વડોદરા શહેર ક્રાઇમ બ્રાંન્ચે મોડી રાતે દરોડો પાડી મેનેજરોની અટકયત કરતા ચકચાર

સહારા કંપનીની લોભામણી જાહેરાતો અને નાણાં રોકાણ કરાવી છેતરપિંડી કરનાર ૧૯ આરોપી પૈકી ૧ રીજનલ મેનેજર અને ર બ્રાંચ મેનેજરની વડોદરા ક્રાઈમ બ્રાંચે મોડી રાત્રિના સમયે દરોડો પાડી ધરપકડ કરતા શહેરમાં ચકચાર મચી જવા પામી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે જનતા રૂપિયા હડર કરવા તેમજ વધતા ગુનાઓને અટકાવવા માટે વડોદરા ક્રાઈમ બ્રાન્ચના DCP જયદીપસિંહ જાડેજાએ સૂચનાના પગલે પોલીસ સતત એકશનમાં છે. સહારા કંપનીના ઈસમો દ્વારા લોભામણી અને લાલચવાળી પોન્જી સ્કીમ ૨૦૧૧ના વર્ષમાં બહાર પાડી હતી. સહારા કયુ શોપ યુનીક પ્રોડકટ લીમીટેડમાં નાણા રોકાણ કરવાથી પાંચ વર્ષમાં નાણા ડબલ થઈ જશે. જુદા જુદા વિસ્તારના લોકોનો પાકો વિશ્વાસમાં લઈ તેમની પાસેથી ૫૭,૫૫,૬૪૦ની રકમનું રોકાણ કરાવેલ હતું. અને પાંચ વર્ષ પછી પાકતી મુદ્દતે ૧,૧૫,૧૧,૨૮૦ની રકમ નહીં આપતા તેમને છેતરપિંડી થઈ હોવાનું માલુમ પડયું હતું.

પાંચ વર્ષ પછી પાકતા નાણાં આરોપીઓને બીજી સ્કીમ રોકણ કરવા માટે દબાણ કરતા હતું. પાકતા નાણાં બીજી કંપનીમાં ટ્રાન્સ્ફર ન કરે તો રૂપિયા હમણાં નહીં મળે તેમ જણવ્યું હતું. આરોપીઓએ કયુ શોપ યુનીક પ્રોડકટ લીમીટેડમાં રોકાણ કરેલ નાણાં ન આપતા છેતરાયા હોવાનું જણાયું હતું.

વડોદરા ક્રાઈમ બ્રાંચે મોડી રાત્રિના દરોડો પાડી કંપનીના ૧૯ આરોપી પૈકી ૩ આરોપીઓને ઝડપી પાડયા હતાં. જેમાં (1)રીજનલ મેનેજર બળવંતિસંહ રાજપુત, ઉ.વ.51, રહે. 36 ભકિત ટેનામેન્ટ, અટાલાદરા, વડોદરા (2) સુરેન્દ્રસિંહ સોલંકી, ઉ.વ.42, રહે. બી/73 તીર્થ એકઝોટીકા, તરસાલી, મકપુરામાં બ્રાંચ મેનેજર (3) ઝુબેર ઈશાક પટેલ ઉ.વ.42 રહે. 40 આઈશા પાર્ક, તાંદલજા, વડોદરા જેઓ સહારાની લલીત ટાવર બ્રાંચ મેનેજરની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story