આગામી મકરસંક્રાંતિનું પર્વ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાયએ હેતુસર પ્રોહિબિશનના કેસો કરવાની સી. પી. અનુપમસિંઘ ગહલોત તથા જે. સી. પી. કેસરીસિંહ ભાટીના તરફથી મળેલી સૂચના અન્વયે ક્રાઈમ બ્રાન્ચના ડી.સી.પી. જયદીપસિંહ જાડેજા તેમજ એ. સી.પી ડી.એમ. ચૌહાણના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારી તેના કર્મીઓએ સતત કાર્યશીલ રહી ગતરોજ મોડી રાત્રિના ક્રાઈમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે વડસર ગામમાં રહેતો અજય નથ્થુભાઇ ભાલીયાનાએ બે મોટા વાહનમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો મંગાવી કલાલી તલસટ ગામ તરફ જતા રોડની બાજુમાં ઝાડી ઝાખરાવાળી જગ્યામાં મંગાવેલ ઇંગ્લીશ દારૂનો જથ્થો ઉતારી રાખવાનો છેની બાતમી મળી હતી.

જે સંદર્ભે  ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.આર. મુછાળ તેમજ સ્ટાફના માણસોને સાથે રાખી મોડી રાત્રીના બાતમીવાળી જગ્યાએ છાપો મારતા વિવિધ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂ તથા બિયરના ટીનનો જથ્થો કુલ નંગ ૩૬૧૮ કિંમત રૂપિયા સાત લાખ વીસ હજાર છસ્સો બાવીસ નો કબજે કર્યો હતો. ક્રાઇમ બ્રાન્ચ ગુનામાં સંડોવાયેલા આરોપી અજય ભાલીયા તેમજ તેની સાથે હેરાફેરી કરતા અન્ય ઇસમો અંગે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. તેમજ પ્રોહિબિશન એક્ટ હેઠળ માંજલપુર પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.

LEAVE A REPLY