ખેડૂતને માનવ અધિકાર પંચના જનરલ સેક્રેટરી તરીકેની ઓળખ આપી લાંચની માંગણી કરનાર એક પુરુષ અને મહિલાની પોલીસે અટકાયત કરી હતી

92

વડોદરાના ડેસર તાલુકાના નહારા ગામના ખેડૂતને હ્યુમન રાઈટ એસોસિએશનના જનરલ સેક્રેટરી તરીકે ઓળખ આપી પૈસાની માંગણી કરતા એક ઈસમ અને મહિલાની ડેસર પોલીસે અટકાયત ડેસર પંથકમાં કરતા ભારે ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર પંદર દિવસ અગાઉ એક લાકડા ભરેલું ટ્રેક્ટર શો મિલમાં નાંખવા જતી વેળાએ બંને મહિલા અને પુરુશે હ્યુમન રાઈટ એસોસિએશનના જનરલ સેક્રેટરી તરીકેની ઓળખ આપી ખેડૂતનો ફોન નંબર અને એડ્રેસ લઈ પૈસાની માગણી કરી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.

પરંતુ ખેડૂતે ફોન ન ઉઠાવતા ઉક્ત પુરુષ અને મહિલાએ ખેડૂતના ઘેર જઇ રૂપિયાની ઉઘરાણી કરી ખોટા કેસમાં ફસાવી ધમકી આપતા ખેડૂતે આઈ કાર્ડ માંગી પોલિસને બોલાવતા સમગ્ર નકલી હ્યુમન રાઇટ્સના નામે છેતરતા પુરુષ તથા મહિલાનો ભાંડો ફુટવા પામ્યો હતો. પોલીસે હ્યુમન રાઇટ્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી તરીકેની ખોટી ઓળખ અાપનાર રાજુ જીવાભાઇ વણઝારા અને અર્પના બિસ્વજીત મંડોલ રહે. હિંમતનગર નાઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. હાલ તો ડેસર પંથકમાં નકલી હ્યુમન રાઇટ્સ સેક્રેટરીના નામે ભોળા ખેડૂતને ધમકાવી નાણાંની માંગણી કરતો કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બનવા પામ્યો છે.

LEAVE A REPLY