Connect Gujarat
ગુજરાત

વડોદરા : ખટબા પાટીયા પાસેથી દારૂના જથ્થા સાથે પસાર થઇ રહેલા બે શખ્સો ઝડપાયા

વડોદરા : ખટબા પાટીયા પાસેથી દારૂના જથ્થા સાથે પસાર થઇ રહેલા બે શખ્સો ઝડપાયા
X

૩.૦૫.૯૪૦/- મુદ્દામાલ ઝડપી પાડી બંને ઇસમો વિરૂધ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ વરણામા પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

વડોદરા જિલ્લાના ખટબા પાટીયા પાસેથી કાર સાથે રૂપિયા ૫૦,૦૦૦ ઉપરાંતના ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે વરણામા પોલીસે બે શખ્સોને ઝડપી પાડતા દારૂનો વેપલો કરતા બુટલેગરો ફફડી ઉઠયા છે.

કેલનપુરના હેડ કોસ્ટેબલ મહેશભાઈ ભીખાભાઇ પોલીસને બાતમી મળી હતી કે ખટબા ગામના પાટિયા પાસે વાઘોડિયાથી વડોદરા જવાના રસ્તા છોટાઉદેપુરથી વિદેશી દારૂ લઇને બે ઇસમો આવી રહ્યા છે.

જે બાતમીના આધારે વરણામા પોલીસના માણસોએ બાતમીવાળી ઈન્ડિગો ગાડી રોકી કારમાં તલાશી લેતા તેમાં બેસેલ ઈસમ સાજીદ ભાઈ અજિતભાઈ મકરાણી .રહે.પાનવડ કવાંટ જિલ્લો છોટાઉદેપુર મહાવીરભાઈ બાબુભાઈ રાઠવા રહે. પાનવડ જી.છોટાઉદેપુર ના ઓની કારમા઼થી ભારતીય બનાવટી ઈંગ્લીશ દારૂનો વિદેશી દારૂ મુદ્દામાલ કુલ ૧૪૪ કિંમત ૫૫૪૪૦/- નો પ્રોહી મુદ્દામાલ તથા ટાટા ઈન્ડિગો ગાડી ની કિંમત રૂપિયા ૨,૫૦,૦૦૦/- તથા મોબાઈલ ફોન નંગ- ૧ કિંમત રૂપિયા ૫૦૦/- ગણી કુલ કિંમત રૂપિયા ૩.૦૫.૯૪૦/- મુદ્દામાલ ઝડપી પાડી બંને ઇસમો વિરૂધ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ વરણામા પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story