Connect Gujarat
ગુજરાત

વડોદરાઃ સ્થાનિકોએ વેચી 'દેશી દારૂની પોટલી'; આ દીકરીએ CMને કરી આવી અપિલ

વડોદરાઃ સ્થાનિકોએ વેચી દેશી દારૂની પોટલી; આ દીકરીએ CMને કરી આવી અપિલ
X

માણેજા વિસ્તારમાં ચાલતી દેશી દારૂની હાટડીઓને બંધ કરાવવા માટે બાળકોએ પણ માંગ કરી

વડોદરા શરેહનાં સ્લમ વિસ્તારોમાં ઠેર ઠેર દેશી દારૂનાં અડ્ડા ચાલી રહ્યા છે. ત્યારે હવે બાળકો પણ તેનાંથી ત્રાસી ગયા છે. આખરે નાના બાળકોએ જાહેરમાં આવીને મુખ્યમંત્રીને અપિલ કરવી પડી રહી છે કે આવા દેશી દાારૂનાં અડ્ડાઓ સત્વરે બંધ કરવામાં આવે. માણેજા વિસ્તારમાં ચાલતા દેશી દારૂનાં અડ્ડા બંધ કરાવવા માટે સ્થાનિક લોકોએ જાહેર રસ્તા ઉપર કાઉન્ટર બનાવી પ્રતિકાત્મક રીતે પોટલીઓ બનાવીને વિતરણ કરી વિરોધ નોંધાવ્યો હતો.

માણેજા વિસ્તારનાં બાળકો અપિલ કરી રહ્યા છે. કે યુવાનો દેશી દારૂનાં રવાડે ચઢીને પરિવારને પણ બરબાદ કરી રહ્યા છે. માત્ર એટલું જ નહીં પણ અહીં રસ્તાઓ ઉપર ખુલ્લે આમ દેશી દારૂ પીવાય રહ્યો છે. જેથી પોલીસ દારૂનું વેચાણ કરતા લોકો ઉપર તવાઈ બોલાવે અને કાર્યવાહી કરે. નહીં આ વિસ્તારનું યુવાધન આ દેશી દારૂનાં ખપ્પરમાં હોમાઈ જશે. સ્થાનિક લોકોએ પ્રતિકાત્મક રીતે જાહેરમાં કાઉન્ટર બનાવી દેશી દારૂનું વેચાણ કેન્દ્ર ઊભું કરી વિરોધ દર્શાવ્યો હતો.

Next Story