Connect Gujarat
ગુજરાત

વડોદરા : પ્રથમ વખત ડિજિટલાઇઝડ સ્વરૂપમાં થનાર 7મી આર્થિક ગણતરીનો જિલ્લા કલેક્ટરે કરાવ્યો પ્રારંભ

વડોદરા : પ્રથમ વખત ડિજિટલાઇઝડ સ્વરૂપમાં થનાર 7મી આર્થિક ગણતરીનો જિલ્લા કલેક્ટરે કરાવ્યો પ્રારંભ
X

વડોદરા જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે ખાસ મોબાઈલ

એપ્લીકેશનના નિદર્શન દ્વારા વડોદરા શહેર અને જિલ્લામાં 7મી આર્થિક ગણતરીનો પ્રારંભ

કર્યો હતો. તેમણે આ કાર્યમાં જોડાયેલા ગણતરીદારોને આર્થિક ગણતરી અર્થતંત્ર અને

વિકાસ આયોજનો માટે ખૂબ અગત્યની હોવાથી ખૂબ જ સચોટતા સાથે માહિતી એકત્ર કરવા સાથે શહેર અને જિલ્લાના લોકોને સચોટ માહિતી

પૂરી પાડી આ કામમાં સહયોગ આપવા ખાસ અનુરોધ કર્યો હતો.

વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે જણાવ્યુ હતું કે, રાજયમાં તા. ૧૫મી જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રીએ ગણતરીનો પ્રારંભ કરાવ્યો હતો. પ્રથમ વખત ગણતરીની સમગ્ર પ્રક્રિયા ડિજિટલાઇઝડ સ્વરૂપમાં હાથ ધરવામાં

આવી છે, ત્યારે વડોદરા જિલ્લામાં ૨,૦૦૦ જેટલા

એન્યુમરેટર અને સુપરવાઈઝરની સેવાઓ આ કામગીરીમાં લેવાશે. તેઓ સંગઠિત અને અસંગઠિત, નિવાસી, વાણિજ્યિક, નિવાસી અને

વાણિજ્યિક જેવા પ્રસ્થાપનોની મુલાકાત લઈ આંકડા માહિતી એકત્ર કરશે.

જિલ્લા આંકડા અધિકારીએ સમગ્ર પ્રક્રિયાની

જાણકારી આપતાં જણાવ્યું હતું કે, ગણતરીદારો ઘરના

સદસ્યો, આવકના ધંધો, રોજગાર જેવા

સ્ત્રોતો સહિત આર્થિક માપદંડોની માહિતી મેળવશે. ભરતગૂંથણ જેવા ઘરેલું વ્યવસાયો

સહિતના આવકના નાના મોટા સ્ત્રોતોને આવરી લેવાનો પ્રયત્ન કરી દેશનું એક સશક્ત આર્થિક

ચિત્ર મળે તે હેતુથી સમયાંતરે આર્થિક

ગણતરી કરવામાં આવે છે. ઉપરાંત સુપરવાઈઝર્સને ચોક્કસ વિસ્તારો ફાળવવામાં આવ્યા છે અને જે વિસ્તારોમાં ગણતરીદારો માહિતી ભેગી

કરશે. જે એપ દ્વારા સીધેસીધી માહિતી સર્વરમાં જશે અને આમ, ડિજિટલ ડેટા બેઝ તૈયાર કરવામાં આવશે

Next Story