Connect Gujarat
ગુજરાત

રાજ્યપાલના હસ્તે વડોદરા જિલ્લા કલેક્ટરનું રાજ્યના શ્રેષ્ઠ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે કરાયું સન્માન

રાજ્યપાલના હસ્તે વડોદરા જિલ્લા કલેક્ટરનું રાજ્યના શ્રેષ્ઠ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે કરાયું સન્માન
X

ગાંધીનગર ખાતે યોજાયેલા ૧૦માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીના

કાર્યક્રમમાં વડોદરા જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલની ચૂંટણી પ્રબંધનની ઉત્તમ વ્યવસ્થા શક્તિનું

બહુમાન કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ આચાર્ય

દેવવ્રતના હસ્તે શાલિની અગ્રવાલને રાજ્યના શ્રેષ્ઠ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે સન્માન પત્રથી વિભૂષિત કર્યા હતા. ચૂંટણીઓના સર્વગ્રાહી શ્રેષ્ઠ વ્યવસ્થાપન તેમજ ચૂંટણી પંચની અપેક્ષા પ્રમાણે મુક્ત, ન્યાયી, તટસ્થ અને પારદર્શક ચૂંટણી વ્યવસ્થાઓના માપદંડો અનુસાર ઉત્તમ

કામગીરી માટે શાલિની અગ્રવાલને એવોર્ડ આપવામાં આવ્યો છે.

આ અંગે શાલિની અગ્રવાલે

પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, ચૂંટણી એ લોકશાહીના આધાર સ્તંભો પૈકી એક છે અને મતદાર યાદી બનાવવાથી લઇ મતદાન કરાવવું, મત ગણતરી કરાવવી

અને પરિણામ જાહેર કરવા સુધી વિવિધ તબક્કાઓમાં વહેંચાયેલી ખૂબ વ્યાપક, સ્પષ્ટ કાયદાકીય જોગવાઇઓના ચુસ્ત પાલનને આધીન પ્રક્રિયા છે. રાત દિવસ

પરિશ્રમ કરીને માનવ સંપદા આ પ્રક્રિયા ચૂંટણી પંચના દિશા નિર્દેશો પ્રમાણે પૂર્ણ કરે છે. એટલે આ સિદ્ધિનું

શ્રેય ટીમ વડોદરાના તમામ કાર્ય નિષ્ઠા સહયોગીઓને આપુ છું. અમારા કામની કદર કરવા બદલ ચૂંટણી પંચનો આભાર માનું છું.

Next Story