Connect Gujarat
ગુજરાત

વડોદરા : આત્મનિર્ભર ગુજરાત યોજના અમલીકરણ અંતર્ગત જિલ્લા કલેકટરની બેઠક, તાત્કાલિક એક્શન પ્લાન બનાવવા આપી સૂચના

વડોદરા : આત્મનિર્ભર ગુજરાત યોજના અમલીકરણ અંતર્ગત જિલ્લા કલેકટરની બેઠક, તાત્કાલિક એક્શન પ્લાન બનાવવા આપી સૂચના
X

જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે મુખ્યમંત્રી દ્વારા જાહેર કરવામાં આવેલી રૂ.14 હજાર કરોડના લાભો આપનારી આત્મ નિર્ભર યોજનાના વડોદરામાં ઝડપી અમલીકરણ માટે ઉચ્ચ અઘિકારીઓ સાથે બેઠક યોજી હતી. સહાયના લાભો ઝડપથી આપી શકાય એ માટે તાત્કાલિક એક્શન પ્લાન બનાવવા સૂચના આપી હતી.

લોકડાઉનને લીધે ઉદ્યોગ ધંધા સહિત વિવિધ ક્ષેત્રના લોકોને પરિસ્થિતિ પૂર્વવત કરવામાં મદદરૂપ થવાનું આર્થિક આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.તેના હેઠળ રાજ્ય સરકારના વિવિધ ખાતાઓ, મહાનગર પાલિકા, નગરપાલિકાઓ, વીજ નિગમ સહિતના નિગમો અને સંસ્થાઓ દ્વારા નિર્ધારિત પાત્રતા ધરાવતા લોકોને વિવિધ રીતે સહાય આપવાનું આયોજન છે.

આ સંદર્ભે જિલ્લા કલેકટરએ તમામ સંબંધિતો ને આ યોજના હેઠળ તેમના ખાતાના કાર્યક્ષેત્ર હેઠળ સંભવિત કેટલા લોકો અને એકમો લાભને પાત્ર બનશે એવા લક્ષિત લાભાર્થીઓની યાદી બનાવવી, લાભ કેવી રીતે આપવો એની કાર્ય પદ્ધતિ સહિત સુચારુ અને સર્વગ્રાહી એક્શન પ્લાન તાત્કાલિક બનાવીને રજૂ કરવાની સૂચના આજની બેઠકમાં આપી હતી.

Next Story