આશરે 5000 લોકોએ દિપાવલી તહેવારની ધામધૂમથી ઉજવણી કરી

સયાજી એસ્ટેટ એજન્ટ એસોસિએશનનાં દરેક મેમ્બર તરફથી આજરોજ અનોખી રીતે દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. રાજ મહેલમાં વાનર પશુઓ, પક્ષીઓ સાથે સવારે 7:30 થી 10 વાગ્યા સુધી આશરે 5000 લોકોએ દિપાવલી તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.

અબોલ પશુઓ, પક્ષીઓ, વનરાજ, વાનર, કુતરા, પોપટ, ચકલીઓ, મોર, કબૂતર, કાબર, કાગડા વગેરે સાથે દર વર્ષની જેમ આજે દીપાવલીની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વડોદરાના તેમજ બહારના પશુ પ્રેમીઓ હાજર રહ્યા હતા. દરેક પ્રકારની મીઠાઈ, ગોળ, રોટલીઓ- રોટલા, બિસ્કિટ, બ્રેડના પેકેટ, કેળા અને પશુઓ માટે ચોખા, ઘઉં, બાજરી, મગ, જુવાર, સેવ ઉસળની સેવ તેમજ કીડી મંકોડા માટે ઘઉંનો લોટ વગેરે ખાવા માટેનું લાવ્યા હતા.

જયેશ શાહનાં પરિવારના દરેક સભ્યો સાથે બાળકોને લઈને હાજર રહ્યા હતા. તેમજ દીપાવલી નિમિત્તે બાળકોને ફટાકડા દારૂખાનું નહીં ફોડવાની પ્રતિજ્ઞાઓ લીધી હતી. વડોદરા શહેરમાં આવેલ મહારાજા સમરજીતસિંહ ગાયકવાડના લક્ષ્મી વિલાસ પેલેસમાં પહેલીવાર નિહાળીને આનંદિત થયા હતા. આ ઉજવણીમાં જોડાયેલા દરેક વ્યક્તિએ નિયમોનું પાલન પણ કર્યું હતું.

LEAVE A REPLY