Connect Gujarat
ગુજરાત

વડોદરામાં બને છે માટીના કલાત્મક કોડીયા, 100 પરિવારો પાડે છે પરસેવો

વડોદરામાં બને છે માટીના કલાત્મક કોડીયા, 100 પરિવારો પાડે છે પરસેવો
X

હાલનાં સમયમાં દરેક તહેવારમાં ચાઈનીઝ માર્કેટ હાવી થાય છે ત્યારે વડોદરાનાં કુંભારવાડનાં દીવડાની પણ રહે છે માંગ

વડોદરા શહેરનો એક વિસ્તાર જે ઓળખાય છે કુંભારવાડ તરીકે. હાલમાં ફ્રિઝ અને અત્યાધૂનિક સાધનોનાં પગલે હવે બજારમાં મળતાં માટલાં પણ જાણે ભૂલાઈ રહ્યા છે. ત્યારે પ્રકાશનાં પર્વ દીપાવલી આ કૂંભારવાડને ખાસ યાદ કરવામાં આવે દિવાળીમાં છે. મકાનો પર કોડીયામાં પ્રગટાવેલા દીવડાની રોશની આગવું આકર્ષણ જમાવે છે. તેમાં પણ માટીના કોડીયામાં પ્રગટાવેલા દીવડાનું વિશેષ મહત્વ છે.

વડોદરામાં વસતા 100 ઉપરાંત કુંભાર પરિવારો આજે પણ મકાનોને દૈદિપ્યમાન બનાવતા માટીના કોડીયા, માટીના ઝુમ્મર, પીંજરા દીવડા જેવી વિવિધ કલાત્મક ચીજવસ્તુઓ બનાવીને બજારમાં વર્ચસ્વ જમાવી બેઠેલા ચીનાઇ માટીના દીવડા, ચાઇનામેડ લાઇટો અને પ્લાસ્ટીકના દીવડાઓને ટક્કર આપી રહ્યા છે. એતો ઠીક વડોદરાના માટીના દીવડા વિદેશમાં પણ જઇ રહ્યા છે.

એક ભારતીય બજારો ઉપર વાર તહેવારો ચાઈનીઝ વસ્તુઓ હાવી થઈ જાય છે. ત્યારે હજુ પણ વડોદરામાં આવેલા કુંભારવાડામાં 100 જેટલા પરિવારો છે. તેઓ પેઢીઓથી માટીના કલાત્મક દીવડા બનાવે છે. આમ પરંપરાગત રીતે માટીના દીવડા પ્રગટાવીને દિવાળી મનાવતા પરિવારોને કારણે કુંભારોના ઘરોમાં ખૂશીનો પ્રકાશ રેલાયો છે.

છેલ્લા કેટલાંક વર્ષોથી વડોદરા શહેરમાં ચાઈનામેડ લાઈટો અને બનાવટી દીવડાઓ બજારમાં ધૂમ મચાવી રહ્યા છે. ત્યારે મોટાભાગના કુંભારોને પંરપરાગત વ્યવસાય બંધ કરીનો નોકરી કરવાનો વખત આવ્યો છે. તો કેટલાંક પરિવારોને તૈયાર દીવડા બજારમાંથી ખરીદીને વેચવાનો વખત આવ્યો છે. પરંતુ, વડોદરાના કુંભારવાડામાં રહેતા 100 ઉપરાંત કુંભાર પરિવારોએ ચાઇના મેડ અને ચીનાઇ માટીમાંથી મશીમાં બનતા દીવડા સહિતની અન્ય ચીજવસ્તુઓ સામે હિંમત હારવાને બદલે માટીમાંથી કલાત્મક દીવડાઓ બનાવીને ટક્કર આપી રહ્યા છે.

કોડીયા બનાવનાર કિશન પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ચાઇના મેડ લાઇટીંગ, પ્લાસ્ટીકના દીવડા તેમજ ચિનાઇ માટીમાંથી બનેલા દીવડાનું બજારમાં આક્રમણ થતાં કુંભારના પરંપરાગત વ્યવસાય ઉપર ચોક્કસ અસર પડી છે. પરંતુ, અમારા કુંભારવાડામાં 100 ઉપરાંત પરિવારમાં બની રહેલા માટીના કોડીયા સહિતની કલાત્કમ ચીજવસ્તુઓ વડોદરા તો ઠીક ગુજરાતના ખૂણેખૂણામાં જાય છે. જે અમારા માટે ગૌરવની વાત છે. ત્યારે હું ચોક્કસ કહીશ કે આજે પણ કેટલાક લોકો પરંપરાગત રીતે દીવાળી મનાવે છે. અને માટીના કોડિયામાં દીવો પ્રગટાવે છે. હાલ માટી મળવી અઘરી અને મોંઘી થઇ હોવાથી દીવાના ભાવોમાં 10 થી 20 ટકા જેટલો ભાવ વધારો થયો છે.

પ્રેમિલાબહેન પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ફતેપુરાના કુંભાર સમાજ દ્વારા માટીના સાદા કોડિયા, ઝુમ્મર દીવા,પીંજરા દીવા, બે માળના દીવા સહીતના વિવિધ નયનરમ્ય દીવા બનાવવામાં આવે છે. જેની માંગ ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં પણ છે. એતો ઠીક વિદેશમાં વસતા લોકો પણ તેમના વડોદરામાં વસતા પરિવારજનો પાસે માટીના દિવડા મંગાવે છે. દિવાળી અગાઉ એન.આર.આઈ દ્વારા ઓર્ડર આપી દેવામાં આવે છે. બાદમાં વિદેશમાં મોકલયા પછી તેની પર કલરકામ કરી વેચવામાં આવે છે.

Next Story