Connect Gujarat
Featured

વડોદરા : દુમાડ ચોકડી પાસે 3 કારમાં ધસી આવ્યાં 20 જેટલા યુવાનો, જુઓ પછી ખેલાયો કેવો ખેલ

વડોદરા : દુમાડ ચોકડી પાસે 3 કારમાં ધસી આવ્યાં 20 જેટલા યુવાનો, જુઓ પછી ખેલાયો કેવો ખેલ
X

વડોદરા નજીક હાઇવે પર દુમાડ નજીક બપોરે લગભગ એક વાગ્યાના સુમારે ત્રણ જેટલી કારમાં ધસી આવેલાં 20 જેટલા યુવાનોએ ભરવાડ સમાજના લોકો પર આડેધડ ફાયરીંગ કર્યું હોવાની ઘટના બની છે. ફાયરીંગમાં એક વ્યકતિને ગોળી વાગી છે જયારે અન્ય હથિયારથી થયેલા હુમલામાં ત્રણ અન્ય લોકો ઇજાગ્રસ્ત થયાં છે. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

વડોદરાની દુમાડ ચોકડી પાસે ભરવાડ સમાજના લોકો પર હિંસક હુમલો થતાં નાસભાગ મચી ગઇ હતી. ધોળા દિવસે બનેલી ઘટના બાદ હાઇવે પર ટ્રાફિકજામ થઇ ગયો હતો. ત્રણ જેટલાં વાહનોમાં આવેલા હુમલાખોરોએ કરેલા હુમલા અને ગોળીબારમાં ચાર જેટલા શખ્સો ઇજાગ્રસ્ત થયા હતા ભરવાડ સમાજના શખ્સો પર થયેલા ગોળીબાર અને હુમલાની ઘટનાને પગલે ભરવાડ સમાજના લોકો પહોંચી જતા ઉત્તેજના ફેલાઈ ગઈ હતી. બનાવની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયાં હતાં. ભરવાડ સમાજના લોકો દોડી આવતાં હુમલાખોરો ભાગી છુટયાં હતાં. પોલીસને સ્થળ પરથી ખાલી કારતુસના ચાર જેટલા ખોખા મળી આવ્યાં છે. હુમલાખોરો કોણ હતાં તે બાબતે હજી રહસ્ય ઘેરાયેલું છે. નાણાકીય લેતીદેતી બાબતમાં આ ઘટના બની હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહયું છે. હાલ તો ભારેલા અગ્નિ જેવો માહોલ હોવાથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.

Next Story