Connect Gujarat
ગુજરાત

વડોદરા : લુણા ગામેથી શંકાસ્પદ ડુપ્લીકેટ ઘી વેચવાનું કૌભાંડ ઝડપાયું, રૂ. 2.54 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરાયો

વડોદરા : લુણા ગામેથી શંકાસ્પદ ડુપ્લીકેટ ઘી વેચવાનું કૌભાંડ ઝડપાયું, રૂ. 2.54 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરાયો
X

વડોદરા જિલ્લા પાદરા તાલુકાના લુણા

ગામમાંથી SOG પોલીસે શંકાસ્પદ ડુપ્લીકેટ

ઘી વેચવાનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું. જેમાં 2.54 લાખની કિંમતના 104 જેટલા શંકાસ્પદ ઘીના ડબ્બાને વધુ તપાસ માટે FSLમાં મોકલવામાં આવ્યા

હતા.

વડોદરા જિલ્લા SOG પોલીસને બાતમી મળી

હતી કે, લુણા ગામમાં રહેતી એક મહિલા ડુપ્લીકેટ

ઘી બનાવીને વેચે છે. જેના આધારે SOGની ટીમે લુણા ગામમાં

રેડ કરી હતી. રેડ દરમ્યાન ઘરમાંથી

શંકાસ્પદ ઘીના 104 શંકાસ્પદ ઘીના ડબ્બા સહિત ઘી બનાવવા માટે ભેળસેળમાં વપરાતું પ્રવાહી ઝડપી

પાડ્યું હતું. ઉપરાંત 104 શંકાસ્પદ ઘીના ડબ્બા સહિત રૂપિયા 2,54,461/-નો

મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. હાલ તો પોલીસે શંકાસ્પદ ડુપ્લીકેટ ઘી વેચતી મહિલાની ધરપકડ કરી

હતી, તેમજ કેટલા સમયથી

શંકાસ્પદ ડુપ્લીકેટ ઘી વેચાતું હતું તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Next Story