ડાલસન ઘડિયાળના શો-રૂમમાંથી ડુપ્લીકેટ કંપનીની ઘડિયાળોનો રૂ. ૨૭ લાખનો જથ્થો જપ્ત વડોદરાના દાંડિયાબજાર વિસ્તારમાં આવેલા ઘડિયાળના શોરૂમમાં ગઈ મોડી સાંજે ક્રાઈમ બ્રાંચની ટીમે છાપો મારી જુદી-જુદી કંપનીઓની બ્રાન્ડેડ ઘડિયાળોનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો.

પ્રાપ્ત વિગત અનુસાર વડોદરાના દાંડિયા બજારથી માર્કેટ જતા મેઇન રોડ પર આવેલા ડાલસન ઘડિયાળના શોરૂમમાં ડુપ્લીકેટ ઘડિયાળોનો મોટો જથ્થો રાખવામાં આવતો હોવાની વિગતોને પગલે ડીસીપી જયદીપ સિંહ જાડેજાની સુચના મુજબ PSI મિશ્રા અને સ્ટાફના માણસોએ છાપો માર્યો હતો.પોલીસે જુદી-જુદી બ્રાન્ડેડ કંપનીઓની રૂપિયા ૨૭ લાખની કિંમતની ૫૪૦ નંગ ઘડિયાળોનો જથ્થો કબજે કરી શોરૂમના સંચાલક ઈશ્વર ઘનશ્યામદાસ સજનાની (રહે. રામબાગ સોસાયટી, મકરપુરા રોડ)ની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY