Connect Gujarat
ગુજરાત

વાંસ અને ન્યૂઝ પેપરના વેસ્ટમાંથી બનાવ્યા શ્રીજી, આ છે બેસ્ટ ઇકો ફ્રેન્ડતલી ગેણેશા

વાંસ અને ન્યૂઝ પેપરના વેસ્ટમાંથી બનાવ્યા શ્રીજી, આ છે બેસ્ટ ઇકો ફ્રેન્ડતલી ગેણેશા
X

ગણેશ મંડળનાં 10 હજાર ભક્તોનો પર્યાવરણ બચાવવાનો સંકલ્પ, ઘરમાં જ કરશે વિસર્જન

ગણેશ ચતુર્થીનો પ્રારંભ આજથી થઇ ગયો છે. ત્યારે વડોદરાના માર્ગો ઉપર ગણેશ મંડળો દ્વારા શ્રીજીના આગમનની સવારી યોજાયી હતી. જોકે વડોદરાના 10 હજારથી વધુ ભક્તોએ પોતાના ઘરે માટીના શ્રીજી બેસાડી તેમનું ઘરમાં જ વિસર્જન કરવાનો સંકલ્પ લીધો છે. તો 50 ગણેશ મંડળોએ માટીના શ્રીજી સ્થાપી ચાલુ વર્ષે પોતાની સોસાયટીમાં વિસર્જન કરવાની શરૂઆત કરી છે. વડોદરાના કારેલીબાગ વિસ્તારના વલ્લભનગરના 10 લોકોએ ભેગા મળીને 40 દિવસમાં વાંસની લાકડીઓ, કાથી અને 15 કિલો ન્યૂઝ પેપરના વેસ્ટમાંથી 12 ફૂટની શ્રીજીની ઇકો ફ્રેન્ડલી પ્રતિમા તૈયાર કરી છે. જેનું વિર્સજન સોસાયટીમાં જ કરવામાં આવશે.

વડોદરામાં મોટાભાગના શ્રીજી ભક્તોએ સુરસાગરના બ્યુટિફિકેશનના કારણે અને પર્યાવરણને થતા નુકસાનને અટકાવવા માટે માટીના શ્રીજીનું ઘરમાં જ વિસર્જન કરવાનો નિર્ણય લીધો છે. દાંડિયાબજાર અને ચાર દરવાજા વિસ્તારમાં રહેતા 20 મરાઠી તેમજ અન્ય સમાજના પરિવારોની સાથે વાતચીત કરતાં તેઓ પેઢીથી ઘરમાં જ શ્રીજીની માટીની મૂર્તિ બનાવીને ઘરમાં જ વિસર્જન કરતા આવતા હોવાનું જણાવ્યું હતું. વાઘોડિયા-આજવા રોડ પર આવેલ શ્યામલ રેસિડન્સીમાં રહેતા સચીનભાઈ પારીખે જણાવ્યું કે, પર્યાવરણને નુકસાન થતું અટકાવવા માટે ગણેશ મંડળ દ્વારા પણ ચાલુ વર્ષે માટીના શ્રીજી સ્થાપી તેનું પ્રથમ વખત સોસાયટીમાં જ વિસર્જન કરવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ ઉપરાંત દાંડિયાબજારની શંકર ટેકરી ખાતે રહેતા રોહિતભાઇ ઘાઘે પણ પોતે 7 વર્ષથી પોતાના ઘરે માટીના જ ગણેશનું સ્થાપન કરે છે, પરંતુ છેલ્લાં 3 વર્ષથી પર્યાવરણ અંગે જાગૃત થઈને પોતાના ઘરે નાના વાસણમાં જ વિસર્જન કરવાનું શરૂ કર્યું છે. ફતેગંજની જયેશ કોલોનીમાં રહેતા યોગેશભાઈ શાહ પોતાના ઘરે માટીના શ્રીજીનું સ્થાપન કરી ઘરમાં જ વિસર્જન કરી પર્યાવરણની જાળવણી અંગે લોકોને જાગૃત કરતા આવ્યા છે.

Next Story