વડોદરા : ખાદીના કાપડ અને વસ્ત્રોનો વ્યાપ વધારવા યોજાયો ફેશન શો

0

ફેશનના જમાનામાં વિસરાઇ રહેલાં ખાદીના કાપડ અને વસ્ત્રોને માનસપટ પર જીવંત રાખવા માટે વડોદરામાં ફેશન શો યોજવામાં આવ્યો હતો. જેમાં બાળકો અને યુવાવર્ગ ખાદીના વસ્ત્રો ધારણ કરી કેટવોક કર્યું હતું.

વડોદરાના રાજમહેલરોડ ઓર આવેલ પ્રદર્શન મેદાન ખાતે ખાદી ગ્રામોદ્યોગ આયોગ તેમજ ગ્રામ વિકાસ સંઘ દ્વારા ખાદી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ રાજ્યોની ખાદીની બનાવટો તેમજ ખાદીના કાપડ અને તૈયાર વસ્ત્રો ના 80થી વધુ સ્ટોલ્સ રાખવામાં આવ્યા હતાં.

વડોદરાની એમ્બેસ યુનિવર્સીટીની ફેશન ટેકનોલોજી વિભાગની વિધાર્થીનીઓ શિવાની તિવારી, નિકિતા વિશ્વકર્મા, રશ્મિ પરમાર તેમજ દીક્ષિતા રાણાએ ખાદીના વિવિધ ડિઝાઇનર વસ્ત્રો તૈયાર કર્યા હતાં. ખાદીનો વ્યાપ વધારવા માટે ફેશન શો પણ આયોજીત કરાયો હતો. જેમાં 5 વર્ષથી 25 વર્ષ સુધીનાં 40 જેટલા બાળકો, બાળકીઓ, યુવતીઓ અને યુવાનોએ ભાગ લીધો હતો.તેમણે ખાદીના ડીઝાઇનર વસ્ત્રો ધારણ કરી કેટવોક કર્યું હતું. દસ દિવસના ખાદી મેળામાં એક કરોડ રૂપિયાથી વધુની ખાદીનું વેચાણ કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here