Connect Gujarat
ગુજરાત

વડોદરા : ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝે નાણામંત્રીએ રજૂ કરેલા બજેટને આવકાર્યું

વડોદરા : ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝે નાણામંત્રીએ રજૂ કરેલા બજેટને આવકાર્યું
X

નાણામંત્રી નિર્મલા

સીતારમણે આજે રજૂ કરેલા બજેટને ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝે આવકાર્યું હતું.

બજેટ અંગે પ્રત્યાઘાત આપતા એફ.જી.આઇ. સભ્યો અને ઉદ્યોગપતિએ પત્રકારોને જણાવ્યું હતું કે, બજેટમાં

ઇન્ફ્રાસ્ટ્રકચર, એજ્યુકેશન, વોટર મેનેજમેન્ટ અને એગ્રીકલ્ચર ઉપર ભાર મુકવામાં આવ્યો છે. આયોજનો

લાંબાગાળાના છે પરંતુ, આવનારા દિવસોમાં દેશ

માટે ફાયદાકારક પુરવાર થશે.

એફ.જી.આઇ. દ્વારા

સેવાસી સ્થિત કચેરી ખાતે નાણામંત્રી નિર્મલા સિતારમણે બજેટનું લાઇવ પ્રસારણ

રાખવામાં આવ્યું હતું. જેમાં ઉદ્યોગપતિઓ અને વેપારીઓ હાજર રહ્યા હતા. બજેટ બાદ

એફ.જી.આઇ.ના હોદ્દેદારોએ પત્રકાર પરિષદને સંબોધી હતી. જેમાં તેમણે બજેટને 10માંથી 8 રેન્ક આપી બજેટને આવકાર્યું હતું. વર્ષ-2020ના બજેટમાં

લાંબાગાળાના આયોજનો છે. પરંતુ, આવનારા દિવસો માટે

બજેટ વિકાસલક્ષી પુરવાર થશે તેમ જણાવ્યું હતું.


એફ.જી.આઇ.ના ચેરમેન મનોહર ચાવડાએ બજેટને આવકારતા જણાવ્યું હતું કે, ઇન્ફાસ્ટ્રકચરમાં ભાર મુકવામાં આવ્યો હોવાથી આવનારા દિવસોમાં દેશની

ઇકોનોમીમાં ફાયદો થશે. આ સાથે બેરોજગારીની તકો પણ ઉભી થશે. મધ્યગુજરાતની વાત કરીએ

નાના ઉદ્યોગ માટે લાભદાયી પુરવાર થશે. બજેટમાં સોલાર ઉપર પણ ભાર મુકવામાં આવ્યો

છે. સોલાર એનર્જીના કારણે દેશના અર્થતંત્ર ઉપર સારી અસર પડશે.


એફ.જી.આઇ.ના સેક્રેટરી અને ઉદ્યોગપતિ નિતેષ પટેલે જણાવ્યું હતું કે, ઓવરોલ બજેટ સારું છે. આ બેજટથી રોજગારીની તકો વધશે. બજેટમાં એગ્રીકલ્ચર અને

ઇન્ફ્ર્રસ્ટ્રકચર ઉપર ભાર મુકવામાં આવ્યો છે. આથી રોજગારી ધંધ-રોજગાર વધશે. આ સાથે

રોજગારી પણ વધશે. સ્કીલ એજ્યુકેશન ઉપર પણ ભાર મુકવામાં આવ્યો છે. જેના કારણે

યુવાનો પગભર થશે. પરિણામે દેશની ઇકોનોમીમાં પણ વધારો થશે.


એફ.જી.આઇ.ના વાઇસ પેસિડેન્ટ અને ઉદ્યોગપતિ અભિષેક ગંગવાલે જણાવ્યું કે, એફ.ડી. ઇન્સ્યુરન્સ પહેલાં રૂપિયા 1 લાખ હતી. જે વધારીને રૂપિયા 5 લાખ કરવામાં આવતા બેંકો ઉપર લોકોનો વિશ્વાસ વધશે. આ ઉપરાંત એગ્રીકલ્ચરલ, ઇન્ફ્રાસ્ટ્રકચર, હેલ્થ એજ્યુકેશન ઉપર ભાર મુકવામાં આવતા

આર્થિક વિકાસ થશે. આ સાથે રોજગારીની તકો પણ ઉભી થશે. હાલમાં દેશની આર્થિક સ્થિતી

અંગે જે ચિત્ર ઉભું થયું છે. તે આ બજેટથી દૂર થશે. તેમ લાગી રહ્યું છે. નાના

ઉદ્યોગો માટે પણ આ બજેટ વિકાસલક્ષી પુરવાર થશે.

Next Story