વડોદરાઃ ટ્રાફિકથી ધમધમતા રસ્તા ઉપર નીકળી આગની જ્વાળાઓ, સર્જાયું કુતૂહલ

83

અલકાપુરીમાં આવેલા પોલીસ કમિશ્નરના ઘરની સામે જ ગેસ લીકેજ થતાં જવાળાઓ નીકળી

વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાંથી પસાર થતી ગેસ લાઈન લીકેજ થતાં રસ્તાની વચ્ચો વચ્ચ આગની જ્વાળાઓ નીકળવા લાગી હતી. જેના પગલે અહીંથી પસાર થતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. તો આગની જ્વાળાઓને પગલે વિસ્તારના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરાતા ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી જઈ આગ પર કાબુ મેળવી લીઘો છે. આગના બનાવના કારણે રસ્તા પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતાં.

વડોદરા શહેરમાં વસતા શહેરીજનોને ગેસ પાઈપ લાઈન દ્વારા પુરો પાડવામાં આવે છે. ગેસલાઈન શહેરની જુદા જુદા વિસ્તારમાંથી પસાર થાય છે. શુક્રવારે સવારના સમયગાળા દરમિયાન અલકાપુરીમાં પોલીસ કમિશનરના ઘરની સામે ગેસ લાઈન લીકેજના પગલે આગ લાગી હતી. ગેસ લાઈનમાં આગ લાગવાના કારણે રસ્તા પર આગની જવાળાઓને પગલે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતાં. તેમજ વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાય ગયા હતાં. બનાવની જાણ ફાયર વિભાગને કરવામા આવતા ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી જઈ ગેસ લાઈનમાં લાગેલી આગને કાબુ મેળવી લીધો છે. પોલીસ કમિશનરના ઘરની સામે ગેસ લાઈનમાં લાગેલી આગના પગલે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

LEAVE A REPLY