Connect Gujarat
ગુજરાત

વડોદરાઃ ફ્લેટનાં બેસમેન્ટમાં લાગી આગ, ફાયર બ્રિગેડ પહોંચ્યું

વડોદરાઃ ફ્લેટનાં બેસમેન્ટમાં લાગી આગ, ફાયર બ્રિગેડ પહોંચ્યું
X

ફતેગંજ વિસ્તારમાં આવેલા દીપક નગર સોસાયટીનાં ફ્લેટનાં બેઝમેન્ટમાં લાગી હતી આગ

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="67473,67474,67475,67476"]

વડોદરાનાં ફતેગંજ વિસ્તારમાં આવેલા દીપક નગર સોસાયટીનાં ફ્લેટમાં અચાનક ભીષણ આગ લાગી હતી. જેના પગલે રહિશોમાં ભારે દોડધામ મચી હતી. દીપક નગર સોસાયટીનાં ફ્લેટનાં બેસમેન્ટમાં આગ લાગી હતી. ઘટનાને પગલે ફ્લેટમાંથી તમામ લોકો નીચે દોડી આવ્યા હતા. આગના પગલે ધુમાડો છેક ઉપર સુધી જતાં લોકો હાંફળા ફાંફળા થઈ નીચે દોડી આવ્યા હતા.

સ્થાનિક લોકોએ આગની ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતાં ફાયરનાં જવાનો સ્થળ ઉપર દોડી આવ્યા હતા. ફાયરનાં જવાનોએ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે જાહાનીના કોઈ સમાચાર સામે નથી આવ્યા.

Next Story