Connect Gujarat
ગુજરાત

વડોદરાઃ ફૂલનાં વેપારીઓને દશેરા પણ ન ફળ્યા, ફૂલો નહીં વેચાતાં ફેંકવા પડ્યા

વડોદરાઃ ફૂલનાં વેપારીઓને દશેરા પણ ન ફળ્યા, ફૂલો નહીં વેચાતાં ફેંકવા પડ્યા
X

દશેરા પર્વએ સામાન્ય રીતે ફૂલનું વેચાણ સારા પ્રમાણમાં થતું હોય છે. જેના કારણે વડોદરાનાં સરદાર માર્કેટમાં માળીઓ દ્વારા ફૂલનો મોટો જથ્થો ખરીદીને વેચાણ અર્થે રાખવામાં આવ્યો હતો. જોકે ફૂલ માળીનાં વ્યવસાયને પણ મોંઘવારી નડી હતી. ફૂલનાં વેપારીઓએ લીધેલા જથ્થાનું દશેરામાં પણ વેચાણ નહીં થતાં અને યોગ્યભાવ નહીં મળતાં આખરે ફૂલોને કચરામાં ફેંકવાનો વારો આવ્યો હતો.

વડોદરા શહેરમાં આવેલા સરદાર માર્કેટમાં ફુલનાં વેપારીઓ દ્વારા આજે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. માર્કેટમાં આવેલા ફુલ બઝરમાં કુલ વેચનાર વેપારીઓને નવરાત્રિ નિમિત્તે પણ યોગ્ય ભાવ નહીં મળતાં રોષે ભરાયા હતા. આઠમ અને દશેરા નિમિત્તે લાવવામાં આવેલા ફૂલો મંદીનાં લીધે વેચાણ નહીં થતાં ફુલમાળી લોકોએ ગઈકાલે 3 ટન જેટલા અને આજે 4 ટન જેટલા ફુલનાં ગોટા રસ્તા ઉપર ફેંકીને વિરોધ નોંધાવ્યો હતો. ફૂલોનું વેચાણ નહીં થતાં કચરામાં ફેંકવાનો વારો આવ્યો હતો. ફુલ માળીઓને ભારે નુકશાન થયું હતું. જેમાં કેટલા વેપારીઓને અંદાજે 3 થી 4 લાખનું નુકશાન થયુ હતુ. 20 રૂપિયાનાં ફૂલોનો ભાવ 2 રૂપિયામાં પણ નહીં આવતાં ફુલ માળી લોકો દ્રારા ફૂલોને ફેંકવા નો વારો આવ્યો હતો.

Next Story