વડોદરા : એમ.જી.રોડ પર ગટરના ઢાંકણા અચાનક હવામાં ઉડયાં, જુઓ શું છે કારણ

0
110

વડોદરા શહેરના એમ.જી. રોડ ઉપર વરસાદી ગટરમાં ગેસ ભરાવાના કારણે ઢાંકણા હવામાં ઉછળતાં લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. આ ઘટનામાં એક વેપારીને ઇજા થતાં તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

વડોદરા શહેરના એમ.જી. રોડ ઉપર આવેલી ગટરમાં ગેસના ભરાવાના કારણે ઢાંકણા હવામાં ઉછળ્યાં હતાં. છ મહિનામાં બીજી વખત બનેલી ઘટનાને કારણે લોકોમાં રોષ ફેલાયો છે. સોમવારના રોજ  એક સાથે ચાર જેટલી ગટરોના ઢાંકણાં ધડાકાભેર ઉછળતા વેપારીઓમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. વેપારીઓએ કોર્પોરેશનના ખાડે ગયેલા તંત્રને જવાબદાર ઠેરવ્યા હતા. વેપારીઓએ આક્ષેપ કર્યો હતો કે, છ માસ પહેલાં પણ ગટરના ઉછળેલા ઢાંકણાંથી એક મહિલાને પગ ગુમાવવો પડ્યો છે.

વેપારીઓએ કોર્પોરેશન અને સ્થાનિક કાઉન્સિલરો સામે રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, વરસાદી ગટરોની સાફસફાઇ યોગ્ય રીતે થતી ન હોવાથી ગટરોમાં ગેસ ભરાઇ જાય છે. અને ગેસનું દબાણ વધતા ઢાંકણા ઉછળે છે. અને લોકો માટે જોખમ ઉભું કરે છે. સોમવારના રોજ બનેલી ઘટના બાદ મહાનગરપાલિકાના અધિકારીઓ અને ઇજનેરો તેમજ ફાયરબિગ્રેડનો સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here