Connect Gujarat
Featured

વડોદરા : આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરાયું બહેરાશમુક્ત બાળ પેઢી અભિયાન, 20થી વધુ બાળકોની કરાઇ સારવાર

વડોદરા : આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરાયું બહેરાશમુક્ત બાળ પેઢી અભિયાન, 20થી વધુ બાળકોની કરાઇ સારવાર
X

વડોદરા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા 5 વર્ષ સુધીની વય ધરાવતા બાળકોને બહેરાશમુક્ત કરવા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ તેમજ શાળા આરોગ્ય તપાસણી અંતર્ગત સારવારની જરૂર જણાતા તમામ બાળકોને તબીબી સારવાર સહિત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં 20થી વધુ બહેરા-મૂંગા બાળકોને સફળ રીતે કોકલેર ઇમ્પ્લાન્ટનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.

આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવતે જણાવ્યું હતું કે, આરોગ્ય શાખા અને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ બાળકોના માતા-પિતાને વિગતો જણાવી અને કોકલેર ઇમ્પ્લાન્ટ ઓપરેશન તેમજ બાળકની તકલીફોનું નિવારણ કેવી રીતે લાવી શકાય તે સમજાવ્યું હતું. જેમાં 5 વર્ષ સુધીની વયના બહેરા-મૂંગા બાળકોને યોગ્ય નિદાન અને સારવાર મળી રહે તે માટે આગામી તા. 6 માર્ચના રોજ વડોદરા સ્થિત અકોટા વિસ્તારની સિંધાન્યા ડેન્ટલ એન્ડ ઇએનટી કેર હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક નિદાન અને સ્ક્રીનીંગ કેમ્પ યોજવામાં આવશે. જેનો વધુમાં વધુ બાળકોને લાભ મળી રહે તે માટે અપીલ કરી છે.

Next Story