Connect Gujarat
Featured

વડોદરા : કરજણ નગરપાલિકાના સદસ્ય-કર્મીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, 4 દિવસ માટે કચેરીને કરાઇ બંધ

વડોદરા : કરજણ નગરપાલિકાના સદસ્ય-કર્મીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, 4 દિવસ માટે કચેરીને કરાઇ બંધ
X

રાજ્યભરમાં અનલૉકની પ્રક્રિયા બાદ લોકોની બેદરકારીના કારણે દિન પ્રતિદિન કોરોનાના પોઝિટિવ કેસમાં ઉછાળો આવી રહ્યો છે. વડોદરા જિલ્લાની કરજણ નગરપાલિકાના સભ્ય અને કર્મચારીઓનો કોરોના વાયરસનો રીપોર્ટ પોઝીટીવ આવતા કરજણ નગરપાલિકાને 4 દિવસ માટે બંધ રાખવામાં આવી છે.

કરજણ નગરપાલિકા વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પોઝીટિવ કેસ વધી રહ્યા છે, ત્યારે કરજણ નગરપાલિકાના સભ્ય અને એક અધિકારીને કોરોના પોઝીટિવ આવતા તેઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જોકે કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે કરજણ નગરપાલિકાના સભ્યોને હોમ કોરોન્ટાઇન કરતા કરજણ નગરપાલિકા કચેરી આવનાર 4 દિવસ સુધી બંધ રાખવાનો પાલિકાના સત્તાધીશોએ નિર્ણય લીધો છે, ત્યારે તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં સર્વે કરાવીને લોકોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

Next Story